નિકોટેક્ષ ધ્રુમપાન કરનારાઓને ધ્રુમપાન છોડવા તરફ એક પગલુ ભરવા માટે કરી રહ્યું છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વર્લ્ડ નો ટોબેકો ડેના પ્રસંગે ધ્રુમપાન છોડવનાર અગ્રણી બ્રાંડ  નિકોટેક્ષ દ્વારા એક અભિયાન લોંચ કરવામાં આવ્યું છે – #EkCigaretteKam. આ અભિયાન ધુમ્રપાન કરનારાઓને તેમની આદત છોડવા – એક સમયે એક સિગારેટ માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન છે. આ અભિયાનના ભાગરૂપે નિકોટેક્ષ વિવિધ માધ્યમ દ્વારા સ્વસ્થ જીવનશૈલી તરફ પહેલુ પગલુ ભરવા માટે આગ્રહ કરે છે.

આ અભિયાન સત્તવાર રીતે ૨૯ મે, ૨૦૧૮ના રોજ ક્રિયાત્મક એન્થમ હમ મે હૈ દમ, રોઝ એક સિગારેટ કમને લોંચ કરવામાં આવ્યું હતું. પ્રખ્યાત સંગીતકાર હનિફ શેખ દ્વારા કમ્પોઝિંગ અને ગાવામાં આવેલુ આ ગીત પ્રાદેશિક ભાષાઓમાં પણ રજૂ કરવામાં આવ્યું છે.  આ એન્થમનો હેતુ સંગીતના માધ્યમથી લોકો સુધી પહોંચવાનો છે.

આ પહેલ વિશે જણાવતા સિપ્લા હેલ્થ લિ.ના કેટેગરી ડિરેક્ટર અંશુલ મિશ્રાએ જણાવ્યું, ” શુભ ચિંતકોની ટીમ તરીકે, અમે સ્મોકર્સને તેમની ધુમ્રપાનને આદતને ઓછી કે છોડવા તરફ પહેલુ કદમ ભરવા માટેનો હેતુ ધરાવીએ છીએ. અમારા અભિયાન #એકસિગરેટકમ #EkCigaretteKam દ્વારા  અમે સ્મોકર્સને કહેવા ઇચ્છીએ છીએ કે અમે સમજીએ છીએ કે ધુમ્રપાન છોડવુ એ અઘરી બાબત છે, પણ જો એક પગલુ ભરવાથી એક સમયે એક સિગારેટ ઓછી કરવાથી લાબા ગાળાએ તે શક્ય બની શકે છે. આ એક ક્રમિક પ્રક્રિયા છે અને તેથી તેમના આ પ્રવાસમાં અમે તેમના વિશ્વાસુ સલાહકાર અને મિત્ર બનવા ઇચ્છીએ છીએ.”

આ ઉપરાંત, ધુમ્રપાન છોડો શિબિર પણ વિવિધ મેડિકલ ક્લિનીક અને કોર્પોરેટ્સ દ્વારા આયોજિત થતી રહે છે. સમગ્ર દેશમાં ૩૫૦થી વધુ આવી શિબિરો આયોજિત કરવામાં આવી છે. આગ્રા, અમદાવાદ, બેંગલોર, દિલ્હી, ગોવા, મુંબઇ, કોલકાતા અને ચેન્નઇ સહિત અનેક સ્થળે આવી શિબિરો યોજાઇ હતી. આ કેમ્પ અંતર્ગત સ્મોકર્સને ધુમ્રપાન તેમના શરીરને કેવી રીતે અને કેટલું નુક્શાન કરે છે તે વિશે જાણકારી આપવા માટે બ્રીથ એનાલાયઝર ટેસ્ટ કરવામાં આવે છે. નિકોટેક્ષના સેમ્પલ પણ આ લોકોને વિતરિત કરવામાં આવ્યા હતા.

Share This Article