પૂજ્ય મોરારી બાપૂએ ગુજરાતમાં શાળા અને કોલેજોની પરિસ્થિતિની પ્રશંસા કરી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ: પરમ પૂજ્ય મોરારી બાપૂએ એક શાળાના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યમાં શાળા અને કોલેજોની પરિસ્થિતિ અંગે ખૂબજ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. પોતાના વક્તવ્ય દરમિયાન પૂજ્ય બાપૂએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં જેવી પ્રાથમિક શાળાઓ છે તેવી બીજા રાજ્યોમાં હાઇસ્કૂલ પણ નથી .,તેમજ ગુજરાતમાં હાઇસ્કૂલો જેવી અન્ય રાજ્યમાં કોલેજો પણ નથી.

Moraribapu Amreli School

અમરેલી નજીક ઇશ્વરીયા ગામે શ્રી ઇશ્વરીયા પ્રાથમિક શાળાનું લોકાર્પણ પ્રસંગે પૂજ્ય બાપૂએ જણાવ્યું હતું કે, આપણે ગુજરાતના છીએ અને તેનું આપણને ગૌરવ છે. હું દેશના વિવિધ પ્રાંતોમાં પ્રવાસ કરું છું, પરંતુ મેં જોયું છે કે ગુજરાતમાં જે પ્રકારે પ્રાથમિક શાળાઓ અને હાઇસ્કૂલ છે તેવી બીજા પ્રાંતોમાં ખૂબજ ઓછી છે.આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમભાઇ રૂપાલા, મથુરાના સાંસદ હેમા માલિની, શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

Share This Article