• Latest
  • Trending

સફળ માણસની ખાસિયત – તે ક્યારેય નસીબ ભરોસે નથી બેસી રહેતા

4 years ago

નિજ્જર હત્યાકાંડના વિવાદ વચ્ચે એસ જયશંકર યુએસ સ્ટેટ સેક્રેટરીને મળ્યા

10 hours ago

PM ગતિ શક્તિ બેઠકમાં ૬ પ્રોજેક્ટનો પ્રસ્તાવ મુકાયો

10 hours ago

નવરંગપુરા ગામ ધર્માદા મિલકત ટ્રસ્ટ કન્યા છાત્રાલય દ્વારા ગણપતિદાદા નો અન્નકૂટ કરાયો

15 hours ago

અમદાવાદ ટાઈમ્સ ફેશન શો સીઝન 2 ની આકર્ષક શરૂઆત

18 hours ago

વિશ્વ મેરીટાઇમ ડે- MARPOL એટ 50- જેબીએસ એકેડેમી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ઉજવણી

2 days ago

પબ્લિક રિલેશન્સ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (PRCI) દ્વારા પબ્લિક રિલેશન્સ સોસાયટી દિલ્હી (PRSD)ના સહયોગથી આયોજિત થઇ 17મી વૈશ્વિક કોમ્યુનિકેશન કોન્ક્લેવ

3 days ago

વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઈન્ડિયા 2023: ભારતના બાંધકામ ઉદ્યોગ માટે સક્ષમ ભવિષ્ય નિર્માણ કરે છે

3 days ago

આવી ગઈ છે અમદાવાદ ટાઇમ્સ ફેશન વીક, શહેરની સર્વશ્રેષ્ઠ ફેશન ઇવેન્ટ સિઝન 2

3 days ago

કેનેડામાં વડાપ્રધાન ટ્રૂડોની લોકપ્રિયતામાં ઘટાડો : સર્વે પરથી લગાયું અનુમાન

4 days ago

કોવિડ કરતા ૨૦ ગણી ખતરનાક આ બીમારી, WHOની ચેતવણી કે ૫ કરોડ લોકોના થશે મોત

4 days ago

અમેરિકામાં ફરીવાર આ સપ્તાહે શટડાઉનનું જોખમ

4 days ago

અમેરિકાના એટલાન્ટામાં શોપિંગ મોલ પાસે ફાયરિંગ, ૩ લોકોના મોત

4 days ago

ફરી હવામાન વિભાગે આગાહી કરી, આ રાજ્યોમાં અતિભારે વરસાદ

4 days ago
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Saturday, September 30, 2023
Khabarpatri
ADVERTISEMENT
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય
No Result
View All Result
Khabarpatri.com
No Result
View All Result
ADVERTISEMENT

સફળ માણસની ખાસિયત – તે ક્યારેય નસીબ ભરોસે નથી બેસી રહેતા

યુગ અગ્રાવત

KhabarPatri News by KhabarPatri News
October 19, 2019
in કળા અને સાહિત્ય, યુગપત્રી, લેખ
0
Share on FacebookShare on Twitter

મિત્રો આપણે ગઈ યુગપત્રીમાં જોયું હતુ કે આત્મવિશ્વાસથી ભરેલ વ્યક્તિ એ સિંહ સમાન છે.એનાં અવાજમાં એક ખાસ રણકો હોય છે. એનું મનોબળ ખુબ મજબૂત હોય છે. એ નકારાત્મક વિચારોને પોતાની આજુબાજુ ફરકવા પણ દેતો નથી, મુશ્કેલીઓ સામે બાથ ભિડવામાએ પાછો પડતો નથી ને એટલે જ એનાં સફળ થવાની તક વધી જાય છે. પણ આ બધાં ગુણ એનામાં વિકસે પછી એનાં વ્યક્તિમાં શુ ફેરફાર થાય છે!? એનાં વિચારોમાં શું ફેરફાર થાય છે.!? એની આજુબાજુના વાતાવરણ પર એની કેવી અસર થાય છે એ આપણે હવે જોઈશું.

મિત્રો એકવાર કોઈ માણસ દિલથી એને જે જોઈએ છે એ મેળવવા માટે મહેનત કરવા લાગે છે પછી એ માણસની અંદર આળસ જેવું તત્વ સમાપ્ત થઈ જાય છે. એ હંમેશા મહેનત કરતો રહે છે. એની મહેનત આડી અવળી નથી હોતી પણ આયોજનબદ્ધ હોય છે. એ જેમ જેમ પોતાના ધ્યેયની નજીક પહોંચતો જાય છે એમ એમ સકારાત્મક થતો જાય છે. ઍને પોતાના જીવનની દરેક ક્ષણ ઍક અવસર લાગે છે. એ ખરાં અર્થમાં જીવનને જાણતો થાય છે, એને માણતો થાય છે. પોતાના કર્મયજ્ઞમાં મહેનતની આહુતિ આપીને એ વધું સારી રીતે નિખરીને બહાર આવે છે. એને બસ એક જ વિચાર આવે છે કે આ જન્મમાં માનવદેહ મળ્યો છે તો કંઇક એવું કરીને જવું છે કે દુનિયામાં એનું નામ રહી જાય અને એટલાં માટે એ હમેશા તકની રાહ જોઈને બેસતો નથી પણ એ તકને ઊભી કરે છે. સફળ માણસોની આ એક ખાસિયત છે એ લોકો ક્યારેય તક કે નસીબના ભરોસે બેસી નથી રહેતાં. એ લોકો તકને ઊભી કરે છે. નસીબને સરવા કરે છે. અને મહેનત કરે છે અને જીવનમાં કઠોર પરિશ્રમ કરે છે. પરિશ્રમ વગર એમને એમ કઈ મળવાનું જ નથી. સંસ્કૃત ભાષાનો ઍક સુભાષિત છે કે :-

उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः ।
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ।।

મહેનત કરવાથી જ કોઇપણ કામ સિદ્ધ થાય છે. સિંહ જંગલનો રાજા છે પણ જો એ એમ ને એમ એની બોડમા બેઠો રહે તો એને ભુખ લાગે ત્યારે એનાં મોં માં એમ સહેલાઇથી અનેં સામેથી હરણ આવી જતું નથી એ માટે ઍને મહેનત કરવી પડે છે. શિકારની પાછળ દોડવું પડે છે. એવી જ રીતે મહેનતુ માણસ પણ પોતાના લક્ષ્યની પાછળ મહેનત કરતો રહે છે અનેં મનમાં વિચારે છે કેઃ

अब मौका है कुछ खास,
दिखा जलवा, दिखा जलवा

હા, હવે મોકો છે આ દુનિયાને પોતાનુ સામર્થ્ય બતાવી દેવાનો.! હા, આ મોકો છે દુનિયાની સામે જાતને સાબિત કરવાનો..!! હા આ મોકો છે પોતાને મળેલાં જીવનને સાર્થક કરવાનો…. માટે એવું લખાય છે. અને એકવાર માણસ તકને ઊભી કરીને મહેનત કરતો થઈ જાય ઍટલે એની મંજિલ ઓટોમેટીક નજીક આવતી જાય. જેમ જેમ એની મહેનત વધતી જાય તેમ તેમ મંજિલ વધુંને વધું નજીક આવતી જાય છે અને મંજિલ જેમ જેમ નજીક આવતી જાય એમ એમ એનો જોશ, એનો જુસ્સો વધતો જાય છે કે બસ હવે હુ મારા ધ્યેયથી થોડોક જ દુર છું. માટે એવું લખાય કે :-

मंज़िल खुद आई पास,
दिखा जलवा, दिखा जलवा

अब मौका है कुछ खास,
दिखा जलवा, दिखा जलवा

मंज़िल खुद आई पास,
दिखा जलवा, दिखा जलवा

 

અને આપણને ખબર છે કે આપણાંમાં ગમે એટલો આત્મવિશ્વાસ હોય, ગમે તેટલી હિંમત ભરી હોય, આપણું મન ગમે એટલું મજબૂત હોય પણ જેમ જેમ પરિણામનો દિવસ નજીક આવતો જાય એમ એમ આપણાં હૃદયના ધબકારા તેજ થવા લાગે છે, આપણને ઍક ભય અનુભવાય છે. ક્રોસ્ડ ફિંગર જેવી હાલત થઈ જાય છે, આપણું મન દુવિધામાં પડી જાય છે કે હવે આગળ શું થાશે..!!? આપણો શ્વાસ ઉપર નીચે થવા લાગે છે, આપણી નજર સમક્ષ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળનાં વિચારો રમવા લાગે છે. આ સઘળી પરિસ્થિતિનું વર્ણન બે જ લીટીમાં કરતાં કહે છે કે :-

साँसों को दहक लेन दे,

અને જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે માણસ પાસે કોઈ એવું વ્યક્તિ હોવું જરુરી છે જે એને સંભાળી શકે, જે એનો હાથ પોતાના હાથમાં પકડીને કહી શકે કે, યસ ! યુ કેન ડૂ ઇટ ! એ વ્યક્તિની હૂંફ એનો પ્રેમ એ મહેનત કરનાર વ્યક્તિમાં ફરી આત્મવિશ્વાસ જગાવશે અને એ 100% સફળ થાશે જ. પણ એનાં માટે એની પાસે એવું કોઈ ગમતું વ્યક્તિ હાજર હોવું જોઈએ કે જે ઍને છેક સુધી મોટીવેટેડ રાખી શકે !! અને આવુ કોઈ વ્યક્તિ જ્યારે એને મળી જાય ત્યારે એ સંબંધો પણ કૂલની જેમ મહેકી ઉઠે છે. ઍક મહેનતુ છોકરો અને એક કેરિંગ છોકરી એટલે પરફેક્ટ જોડી બને છે અને માટે એવું લખવું પડે કે :-

जज़्बातों को महक लेन दे !

અને એકવાર જીવનમાં આવી કંઇક ઘટના ઘટી જાય  એટલે એની મેળે મનમાંથી અવાજ આવે કે…

आज, फट्टे चक लेन दे,
आज, फट्टे चक लेन दे,

आज फट्टे चक लेन दे,
हो चक लेन दे,

आज फट्टे चक लेन दे,
हो चक लेन दे

आज फट्टे चक लेन दे,
हो चक लेन दे,

आज फट्टे चक लेन दे,
हो चक लेन दे

आज फट्टे चक लेन दे,
हो चक लेन दे,

 

અને એકવાર જેનાં મનમાંથી એવો અવાજ આવે કે હાં, તુ આ કરી શકે છે. એટલે આ જગતની પુરી તાકાત એ કામને સફળ બનાવવામાં લાગી જાય છે. પછી તો એનાં માર્ગમાં આવતી દરેક આપત્તિ અવસરમાં ફેરવાય જાય છે, એનાં રસ્તામાં આવતી દરેક મુશ્કેલી મંગળમા ફેરવાય જાય છે અને એકવાર એને જો એનાં મનમાં દ્રઢ નિર્ણય કરી લીધો એટલે આ દુનિયાની કોઈ તાકાત એને સફળ થતા નથી રોકી શકતી. એની સામે ગમે એવડી મોટી મુસીબત આવે તો એને પણ એ ઝુકાવી શકે એટલી એનર્જી એનામાં આવી જાય છે.માટે એવું લખવું પડે કે :-

तू जो चाह ले
अगर,
कदमों में
तेरे हो शिखर,
तू खुद पर
यकीं कर।
सूरज को तक लेन दे
आज फट्टे चक लेन दे,
हो चक लेन दे,

વધું આવતાં શુક્રવારે…..

Columnist:- યુગ અગ્રાવત


 

Tags: ArticleMotivationalYug AgravatYugPatri
ShareTweetSendShare
Previous Post

સેલ્ફ કેર ટિપ્સઃ કામની સાથે સાથે પોતાના શરીર પર ધ્યાન આપવાની તાકીદની જરૂર

Next Post

તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને ખાસ ફેસ્ટિવ કલેક્શન લોન્ચ કરવામાં આવ્યું

Related Posts

વાહ..! પર્યાવરણ સજાગતાના સમન્વયને દર્શાવતા અદભૂત શિલ્પો વધારી રહ્યાં છે શહેરની શોભા

by KhabarPatri News
July 17, 2023
0

અમદાવાદઃ શહેરને વધુ રમણીય અને સુશોભિત બનાવવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવીન પ્રયોગો હાથ ધરવામાં આવે છે. હાલમાં જ્યારે શહેરના...

Read more

અમદાવાદમાં તા.૧૯ ફેબ્રુવારીએ સૌપ્રથમવાર “સંત સાનિધ્યે સાહિત્યોત્સવ” કાર્યક્રમનું આયોજન

by KhabarPatri News
February 16, 2023
0

ઝેડ કેડ ફાઉન્ડેશન, એસ.જી.વી.પી. અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના ઉપક્રમે "સંત સાન્નિધ્યે સાહિત્યોત્સવ" અંતર્ગત માતૃભાષાના પર્વ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ...

Read more

બેનુ હેરિટેજ ભારતીય હેરિટેજ સંગીતને શાળાના વિદ્યાર્થીઓ સુધી લઈ જાય છે

by KhabarPatri News
February 13, 2023
0

અમદાવાદની વિવિધ શાળાઓના 400 જેટલા વિદ્યાર્થીઓએ તંત્રી સમ્રાટ પંડિત સલિલ ભટ્ટની સાત્વિક વીણાની મધુર ધૂન અને સુપ્રસિદ્ધ ગાયક વિદુષી મીતા...

Read more

ડુમસ આર્ટ પ્રોજેક્ટની નવમી આવૃત્તિનો પ્રારંભ

by KhabarPatri News
February 13, 2023
0

યુજ આર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા સહાયતા પ્રાપ્ત સાર્વજનિક કલા મહોત્સવ ડુમસ આર્ટ પ્રોજેક્ટે આજે તેની એક મહિનો ચાલનારી નવમી આવૃત્તિના પ્રારંભની...

Read more

અમદાવાદમાં આર્ટ ફેરમાં 15 આર્ટ ગેલેરી, 150 કલાકારો ભાગ લેશે

by KhabarPatri News
December 14, 2022
0

અમદાવાદ આર્ટ એક્સ્ટ્રાવેગેન્ઝાનું આયોજન કરવા માટે તૈયાર છે, જે કોઈએ પહેલાં જોયું નહિ હોય. 15 થી 18 ડિસેમ્બર દરમિયાન અમદાવાદ...

Read more
Load More
Next Post
????????????????????????????????????

તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને ખાસ ફેસ્ટિવ કલેક્શન લોન્ચ કરવામાં આવ્યું

હડતાળ, રજા : બેકિંગ કામને સમયસર પૂર્ણ કરવાનુ સુચન

Currently Playing

Riya Subodh - MTV INTM Season 3 Winner Interview by Khabarpatri

Riya Subodh - MTV INTM Season 3 Winner Interview by Khabarpatri

00:10:03

Interview of Smt Parul Khakhhar by Kavijagat

00:05:58

NewKhabarpatri Exclusive જોબ ટિપ્સ જાણો રીક્રુટર તમારી પ્રોફાઈલ માં શું જોવે છે YouTube 360p

00:04:11

Kal ne kanto hato.......

00:02:41

Pages

  • About Us
  • Contact
  • DISCLAIMER
  • Give Ad
  • I am also Khabarpatri !!
  • Join us on WhatsApp
  • Khabarpatri
  • Our Team
  • Partnership
  • Terms and Conditions

Weather

Ad

ADVERTISEMENT
  • Join us on WhatsApp
  • I am also Khabarpatri !!
  • Terms and Conditions
  • Give Ad
  • Partnership
  • Contact
  • About Us
Call us: +91 99251 19651

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

No Result
View All Result
  • News
  • ગુજરાત
  • ભારત
  • લાઈફ સ્ટાઇલ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • બિઝનેસ
  • રમત જગત
  • વિશેષ
  • આંતરરાષ્ટ્રીય

© 2015-2023 . All Right Reserved by Khabarpatri - Content Owned By KhabarPatri

Login to your account below

Forgotten Password?

Fill the forms bellow to register

All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In