નૂતન વર્ષ : કારતક સુદ એકમ એટલે બેસતું વર્ષ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બેસતું વર્ષ એટલે કારતક સુદ એકમ, જે દિવાળી પછીનો દિવસ છે અને આ દિવસથી ગુજરાતી નવુ વર્ષ શરૂ થતું હોવાથી તેને બેસતા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં જે રીતે મહિનાનાં પ્રથમ દિવસને પડવો અને બેસતો મહીનો કહેવાય છે તે જ રીતે વર્ષનાં પ્રથમ દિવસને બેસતું વર્ષ કહેવાય છે. આ દિવસથી વિક્રમ સંવત અને જૈન વિર સંવતનું વર્ષ ચાલુ થાય છે. લોકો એકબીજાને મળે છે અને નવા વર્ષની શુભેચ્છા આપે છે.

દિવાળી પછીનો દિવસ એટલે કે બેસતું વર્ષ. આ દિવસે નાના બાળકો થી લઈ ને મોટા લોકો નવા કપડાં પહેરે છે એક બીજા ને નવા વર્ષની શુભેચ્છા આપે છે. માળવાના રાજા વિક્રમએ શકોનો પરાજય  કરીને પોતાના નામનું સવંત સ્થાપ્યું તે સમયથી આ સવંતનો પ્રારંભ થયો. તેથી તેને વિક્રમ સવંત કે માલવ સવંત તરીકે પણ ઓળખાય છે. લોકો નવા વર્ષ માટે સુખ, શાંતિ અને વેપાર ઘંઘામાં કે ખેતી જેવી પ્રવૃતિમાં ભગવાન રસકસ પૂરે એવિ પ્રાર્થના કરે છે. ત્યારબાદ સહુને બેસતા વર્ષની શુભેચ્છા આપે છે.

Share This Article