અમદાવાદ :શૈક્ષણિક ક્ષેત્રે શહેરની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ પૈકીની એક મેથ્સ એકેડેમીએ શહેરમાં તેના નવા સેન્ટરનો પ્રારંભ કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીના જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશન વિભાગના વડા ડૉ. સોનલ પંડ્યાના હસ્તે નવા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે મેથ્સ એકેડેમીના પ્રાચી ગોવિલ ઉપસ્થિત રહ્યાં હતા.
શહેરમાં વસ્ત્રાપુરમાં માનસી સર્કલ પાસે આવેલા શિવાલિક શિલ્પ-2માં શરૂ કરાયેલા મેથ્સ એકેડમી બાય પ્રાચી મેમના નવા સેન્ટર ખાતે સાયન્સ અને કોમર્સમાં અભ્યાસ કરતા ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓ અને JEE મેઇન માટેની તૈયાર કરી રહેલા વિદ્યાર્થીઓ માટે નિષ્ણાત શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ પુરૂં પાડવામાં આવશે. વિશેષ રીતે, કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 22થી વધુ વર્ષથી કાર્યરત લિબ્રા એકેડેમી ઑફ કોમર્સના ભાવેશ શાહ અને તેમની ટીમ દ્વારા શિક્ષણ પુરૂં પાડી તૈયાર કરવામાં આવશે.
દિલ્હી યુનિવર્સિટીમાંથી મેથેમેટિક્સમાં એમએસસીની પદવી ધરાવતા અને શિક્ષણ ક્ષેત્રે 18થી વધુ વર્ષનો અનુભવ ધરાવતા મેથ્સ એકેડમીના સંચાલક પ્રાચી ગોવિલેનવા સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું, “મેથ્સ એકેડેમી ગુણવત્તાસભર શિક્ષણના સમાનાર્થી તરીકે ઓળખાય છે અને તેની શરૂઆતથી અત્યાર સુધી તેણે પોતાનું શુદ્ધતા ધોરણ જાળવી રાખ્યું છે. અમે શહેરની વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓનો સફળત્તમ ટ્રેક રેકોર્ડ ધરાવીએ છીએ અને મેથ્સ એકેડેમીના વિદ્યાર્થીઓએ તેમના પરીક્ષાના પરિણામો અને સફળત્તમ કારકિર્દી થકી હંમેશા એકેડેમીને ગૌરવ અપાવ્યું છે.આ નવા સેન્ટરના પ્રારંભ સાથે અમે પોતાના સપના સાકાર કરવા ઈચ્છુક આશાસ્પદ વિદ્યાર્થીઓને તેમની સફળત્તમ કારકિર્દી તરફ આગળ વધવામાં મદદરૂપ બનીશું.”
મેથ્સ એકેડેમી અમદાવાદનીશાળાઓના વિદ્યાર્થીઓને સ્કૂલ ટોપર્સ બનાવવાનો હેતુ ધરાવે છે. આ માટે એકેડેમીએ એક વિશેષ મૉડ્યુલ વિકસિત કર્યું છે, જ્યાં વિદ્યાર્થીઓની સમસ્યાને ઓળખી તેને ઝીણવટભરી રીતે સમજી એક એજન્ડા સેટ કરી વિદ્યાર્થીઓને જેમાં સમસ્યા આવી રહી છે તેને વારંવાર પુનરાવર્તિત કરી વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ અપાવી તૈયાર કરવામાં આવે છે.