ઘણા લોકોને મુંજવણ થતી હોય છે કે નવજાત શિશને પાણી પીવડાવાય કે ન પીવડાવાય. જો પીવડાવાય તો કેટલા પ્રમાણમાં પીવડાવાય? તો હવે મૂંજાવાની જરુર નથી. અહીં તમને જણાવીશું તેનો જવાબ.
નવજાત શિશુમાં ડિહાઈડ્રેશન ન થઈ જાય તે માટે તેને દિવસ દરમિયાન થોડુ થોડુ પાણી પીવડાવવું જોઈએ. પરંતુ દરેક સિઝનમાં તેને કલાક કલાકે પાણી પીવડાવવું જરુરી નથી. નવજાત શિશુને અપાતા બ્રેસ્ટ ફીડીંગમાં 80 ટકા જેટલું પાણી હોય છે. જેમાંથી બાળકનાં શરીરને જોઈતા મિનરલ મળી રહે છે.
ત્રણ માસથી નાના બાળકને ઉપરનું પાણી ન આપવું જ હિતાવહ છે, કેમકે પાણીમાં રહેલા બેક્ટેરિયાથી તેને ઈન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. આ બાળકોને ડાયેરિયા કે ન્યુમોનિયા ન થાય તે માટે પણ બહારનું પાણી પીવડાવવું ટાળવું જોઈએ.
જો છ માસથી નાના બાળકને પાણી વધુ પીવડાવવામાં આવે તો તેનું પેટ પાણીથી જ ભરાઈ જાય છે, પરિણામે તે ફીડીંગ કરશે નહી અને તેને જોઈતા તત્વો મળશે નહીં. છ માસથી નાના બાળકોને દિવસમાં બે થી ત્રણ વાર માત્ર એક એક ચમચી જ પાણી પીવડાવવું જોઈએ.