નેત્રી ત્રિવેદીઅને રોનક કામદારના કરિયરમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ ‘21મું ટિફિન’

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુંબઈ:   કોરોનાની ત્રીજી વેવ પછી આખુંય મનોરંજન જગત ધીરે ધીરે બેઠું થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ગાડી પણ ધીરે ધીરે પાટા પર ચડી છે. કોરોનાને કારણે લાંબો સમય સુધી બંધ રહ્યા બાદ થિયેટર્સ ખુલ્યા ત્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એક એવી ફિલ્મની તાતી જરૂર હતી, જે દર્શકોને થિયેટર સુધી લાવે. એક તરફ બોલીવુડની હરિફાઈ અને બીજી તરફ કોરોનાના ડરનો સામનો કરવાનો હતો. પરંતુ વિજયગિરી ફિલ્મોઝની ‘21મું ટિફિન’ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે વરદાન સાબિત થઈ.

          માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે જ નહીં આ ફિલ્મ સાથે જોડાયેલા દરેક વ્યક્તિ માટે ‘21મું ટિફિન’ આશીર્વાદ બનીને આવી છે. ફિલ્મના ડિરેક્ટર્સ, રાઈટર, એક્ટરથી લઈને દરેક ક્ષેત્રમાં કામ કરનાર વ્યક્તિઓની મહેનત માત્ર ગુજરાતમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાઈ છે. જો કે ફિલ્મના સંવેદનશીલ પાત્રોને રૂપેરી પડદે સજીવન કરનાર એક્ટર્સના વખાણ કરવા જ પડે, એટલો સરસ અભિનય આપણે સ્ક્રીન પર જોવા મળ્યો છે. નેત્રી ત્રિવેદી, અનેરોનક કામદારને આ ફિલ્મે દરેક દર્શકોના મનમાં ઓળખ અપાવી સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરે તાળીઓ પણ અપાવી.

          ‘21મું ટિફિન’ રિલીઝ થયા બાદ આ એક્ટર્સને જુદા જુદા અઢળક પ્રોજેક્ટ્સની ઓફર મળી રહી છે. કદાચ એટલે જ એક્ટર્સ પોતાની લાઈફમાં આ ફિલ્મને ટર્નિંગ પોઈન્ટ સમાન માની રહ્યા છે. અત્યાર સુધી ગુજરાતી ફિલ્મોની ઓળખ કોમેડી તરીકેની જ હતી, પરંતુ જે સુંદર અને સાત્વિક રીતે ‘21મું ટિફિન’ દર્શકો સુધી પીરસાયું, તેમાં એક્ટિંગનો વઘાર પણ એટલો જ મહત્વનો હતો.

          નેત્રી ત્રિવેદી અને રોનક કામદારે આ ફિલ્મથી ગુજરાતી મનોરંજન જગતમાં પોતાનું આગવું સ્થાન ઉભુ કર્યું છે. બંને એક્ટર્સે તેમના પાત્રોને આબેહુબ ભજવી બતાવ્યા. તેમણએ સાબિત કર્યું છે કે તેઓ દર્શકોને હસાવી તો શકે જ છે, પરંતુ પોતાના એક્સપ્રેશનથી દર્શકોની આંખમાં આંસુ પણ લાવી શકે છે. અત્યાર સુધી કેટલીક ગુજરાતી ફિલ્મો કર્યા છતાંય આ બંને એક્ટર્સને ઓળખ ‘21મું ટિફિન’ થી મળી છે. એટલે સુધી કે હેન્ડસમ હંક રોનકની એક સ્માઈલ પાછળ હવે છોકરીઓ દિવાની બની રહી છે.

          ઉલ્લેખનીય છે કે 21મું ટિફિન ’WRPN વીમેન્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આઉટસ્ટેન્ડિંગ એક્સલન્સ કેટેગરીમાં વિજેતા બની હતી. તો પ્રતિષ્ઠિત ટોરેન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મનું સ્ક્રીનીંગ થયું હતું. એટલું જ નહીં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવ ઓફ ઈન્ડિયામાં ગત વર્ષે પસંદગી પામેલી આ એક માત્ર ગુજરાતી ફિલ્મ હતી. આ જ ફેસ્ટિવલમાં દર્શકોએ ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશનથી વધાવી હતી.

          ઈન્ટરનેશનલ કક્ષાએ વખણાયેલી આ ફિલ્મ હવે તમારા ઘર સુધી શેમારૂમી લઈને આવ્યું છે. શેમારૂના ડિજિટલ પ્લેટફોર્મ શેમારૂમી પર 21મું ટિફિન’ સ્ટ્રીમ થઈ રહ્યું છે. અહીં પણ દર્શકોનો જબરજસ્ત પ્રતિભાવ મળી રહ્યો છે. ગુજરાતી મનોરંજન ક્ષેત્રે શેમારૂમી સૌથી વધુ અને નવું કન્ટેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. શેમારૂમી પર દર અઠવાડિયે એક નવી મૂવી, વેબસિરીઝ કે નાટક રિલીઝ થઈ રહ્યા છે. 500થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, વેબસિરીઝ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ છે. આનંદની વાત એ છે કે વિશ્વના કોઈ પણ ખૂણેથી તમે પોતાની ભાષાનું મનોરંજન શેમારૂમી પર માણી શકો છો.

Share This Article