આપણા વિવિધ તહેવારોમાં નવરાત્રિનું વિશેષ મહત્વ છે. ભકિત, શક્તિ અને આનંદનું સ્વરૂપ એટલે નવલા નોરતા. આજે પણ અનેક જગ્યાએ પ્રાચીન શેરી ગરબાનું મહત્વ જળવાઈ રહ્યું છે ત્યારે ફ્લોરા આઈરીશ ,સાઉથ બોપલ અમદાવાદમાં નવરાત્રિના પાંચમા નોરતે શેરી ગરબાની સાથે વેશભૂષાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.
આ વેશભૂષાના કાર્યક્રમમાં નાના બાળકોથી લઈને મોટા લોકો ભાગ લે છે. આ વેશભૂષામાં અલગ અલગ વયજૂય પ્રમાણે ઈનામ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં કોઈ એક્ટર, કોઈ ક્રિકેટર, તો કોઈ ભગવાન બનીને આવ્યું હતું.
આ વેશભૂષા ના કાર્યક્રમમાં બાળકોમાં છોકરાઑ શ્રીનાથજી ભગવાન, શંકર ભગવાન તો કોઈ કૃષ્ણ બનીને આવ્યું હતું , અને બાળાઓમાં કોઈ ખોડિયારમાં, તો કોઈ રાણી લક્ષ્મીબાઈ, અને સીતા માતા બનીને આવી હતી.
જ્યારે પુરૂષોમાં તેઓએ મૂંડું અને બ્લેક શર્ટ પહેર્યો હતો, અને સ્ત્રીઓએ સુંદર સાડી પહેરી હતી. આ કાર્યક્રમમા મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આ તમામ ખેલૈયાઑ મન મૂકીને ગરબા રમ્યા હતા.