અમદાવાદ : જેની ઉત્સુક્તાપૂર્વક ખેલૈયાઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે નવરાત્રી ઉત્સવની આવતીકાલથી પરંપરાગત રીતે ભવ્ય શરૂઆત થઈ રહી છે. નવરાત્રી ઉત્સવની મજા માણવા માટે ખેલૈયાઓ છેલ્લા ઘણા સમયથી ઉત્સુક હતા અને આ ઉત્સક્તાનો હવે અંત આવી ગયો છે. છેલ્લા ઘણા દિવસથી આની પ્રેક્ટીસ પણ કરવામાં ખેલૈયાઓ વ્યસ્ત હતા. નવરાત્રીને ધ્યાનમાં લઈને કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરની તમામ મોટી સોસાયટીઓ અને મોટા વિસ્તારમાં સાર્વજનિક નવરાત્રી કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આવતીકાલથી નવ દિવસ સુધી નવરાત્રીની ધૂમ રહેશે. યુવક-યુવતિઓ માટે આ પ્રસંગ સૌથી મોટા પ્રસંગ તરીકે હંમેશા રહે છે. યુવક-યુવતિઓ દ્વારા પહેલાથી જ નવરાત્રી ઉત્સવ દરમિયાન તેની ઉજવણી કરવા વિશેષ ખરીદી કરવામાં આવી ચુકી છે. બજારો પણ ઘણા દિવસોથી ભરચક હતા. માં અંબાની સ્થાપના ઘરમાં પણ કરવામાં આવનાર છે. ઉત્તમ ફળ કઈ રીતે મળે તે માટે પણ પુજારીઓ દ્વારા ધાર્મિક વિધી કરવામાં આવતી હોય છે. શહેરની જુદી જુદી જગ્યાઓ, પાર્ટી પ્લોટમાં, ક્લબમાં, સોસાયટીઓમાં આયોજનમાં આયોજકો વ્યસ્ત રહ્યા હતા. માતા અંબાની પૂજા આ નવ દિવસ દરમિયાન કરવામાં આવે છે. આ વખતે નવરાત્રી ઉત્સવ દરમિયાન કેટલાક થીમ પણ વિશેષ રીતે તૈયાર કરવામાં આવ્યા છે.
નવરાત્રી પહેલાં યુવા પેઢીને વિવિધ ડાન્સ સ્ટેપ શીખવાડવા માટે પણ ઘણા ક્લાસીસ ચાલી રહ્યા હતા.શહેર પોલીસ કમિશનર દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામા મુજબ લાઉડ સ્પીકરના ઉપયોગ માટેની મહેતલને હળવી કરી છે અડધી રાત બાદ પણ રેસ્ટોરન્ટ અને હોટલો ખુલ્લી રહેવાની વાત કરવામાં આવતા ખેલૈયાઓ મોડી રાત સુધી રંગત માણી શકશે.શહેરના અન્ય સ્થળો એ યોજાનારા ગરબા સ્થળો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. શહેર પોલીસ દ્વારા પાર્ટીપ્લોટમાં થનારા ગરબામાં આયોજકોને સિક્યોરીટી અંગે ખાસ ધ્યાન દોરવાઈ છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પણ ખાસ ધ્યાન દોરવાઈ રહ્યું છે. તેમજ સુચનાઓ પણ અપાઈ છે. ગરબા આયોજકો ગરબાને સ્થળે ખાનગી સિક્યોરીટી તેમજ સીસીટીવી કેમેરા લગાવવા સુચના અપાઈ હતી.
મહિલા પોલીસ દ્વારા ગરબાના સ્થળોએ સતત પેટ્રોલીંગ કરવાના આદેશ અપાયા છે. નવરાત્રી ઉત્સવ દરમિયાન તોફાની લોકોની ગતિવિધી પર પણ નજર રાખવામા આવનાર છે. બીજી બાજુ આ વખતે નવરાત્રી દરમિયાન કેટલાક નવા આદેશ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. નવ દિવસ દરમિયાન તમામ સાવચેતી રાખવા માટે પોલીસને ખાસ સુચના આપવામાં આવી છે.ખેલેયા હમેંશા નવરાત્રી ઉત્સવની રાહ જોતા રહે છે. તેના આયોજનને લઇને આયોજકો પણ નવી નવી રણનિતી બનાવતા રહેછે. છેલ્લા કેટલાક વર્ષોમાં હવે ક્લબોમાં વધારે આયોજન થાય છે. આ વખતે પા‹કગની સમસ્યા તમામને નડી રહી છે. આ વખતે અમદાવાદના જુદા જુદા ભાગોમાં હજુ સુધી વરસાદ પડી રહ્યો છે. સાથે સાથે રાજયમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ જારી છે જેના કારણે વરસાદ મજા બગાડે તેમ માનવામાં આવે છે.આવતીકાલે નમવરાત્રીની શરૂઆત થયા બાદ સાતમી ઓક્ટોબર સુધી ચાલનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ઉત્સાહ અને ધાર્મિક માહોલ છવાયો છે.