અમદાવાદ સ્થિત નારાયણા બિઝનેસ સ્કૂલે (એનબીએસ) 2023-25ના ગ્રેજ્યુએટિંગ ક્લાસ માટે પદવીદાન સમારોહનું આયોજન કર્યું હતું, આ એક ઐતિહાસિક સમારોહ હતો, જે સંસ્થા મેનેજમેન્ટ એજ્યુકેશનમાં 25 વર્ષની શ્રેષ્ઠતાની ઉજવણી કરી રહી હોવાના કારણે પણ ખાસ હતો. આ સમારોહ ન માત્ર વિદ્યાર્થીઓ માટે શિક્ષણ પૂર્ણ થવાનું પ્રતીક હતો, પરંતુ સંસ્થાના કાયમી વારસા, ફેકલ્ટીની પ્રતિબદ્ધતા અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના પ્રભાવની ઉજવણી તરીકે પણ હતો. આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના સ્થાપક નિર્દેશક ડો. અમિત ગુપ્તા, ડિરેક્ટર શ્રી એસ. સી. ગુપ્તા, ડિન – અકેડેમિક્સ ડો. પુર્વી ગુપ્તા તથા વાઈસ પ્રેસિડેન્ટ – ગ્રોથ એન્ડ સ્ટ્રેટેજી શ્રી વિશાલ તિવારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.


સિલ્વર જ્યુબિલી ગ્રેજ્યુએટિંગ બેચના ભાગ રૂપે, કુલ 540 વિદ્યાર્થીઓએ અનેક સ્પેશ્યલાઇઝેશનમાં ગ્રેજ્યુટ થયા, અને પ્રોફેશનલ્સ વિશ્વમાં પ્રવેશ કર્યો.
ભારતના 24થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવેલા સ્નાતક વિદ્યાર્થીઓ માટે આ સમારોહ તેમના શૈક્ષણિક જીવનનો એક મહત્વપૂર્ણ પડાવ હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેનાર મહેમાન નારાયણા બિઝનેસ સ્કૂલ, અમદાવાદના ગૌરવભર્યા પૂર્વ વિદ્યાર્થી પણ હતા, જેના કારણે આ પ્રસંગ વધુ ખાસ બન્યો.
સમારોહની શરૂઆત નારાયણા બિઝનેસ સ્કૂલના ફાઉન્ડર અને ડિરેક્ટર ડૉ. અમિત ગુપ્તાના સંબોધન સાથે થઈ, જેમણે સંસ્થાની સફર અને તેના સ્થાપનાના દ્રષ્ટિકોણ પર પ્રતિબિંબ પાડ્યો. ડૉ. અમિત ગુપ્તાએ જણાવ્યું, “છેલ્લા 25 વર્ષોમાં, અમે યોગ્યતાની સાથેસાથે ચારિત્ર્ય નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. “અમારા ગ્રેજ્યુએટ્સ દુનિયામાં ડગલુ ભરી રહ્યાં હોવાથી અમે આશા ધરાવીએ છીએ કે તેઓ પ્રામાણિકતા, જિજ્ઞાસા અને સાર્થક પ્રભાવ પાડવાની પ્રતિબદ્ધતા સાથે આગળ વધતા રહેશે.”
આ દીક્ષાંત સમારોહમાં પેટીએમ મનીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી સંદીપ ભારદ્વાજ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. નારાયણા બિઝનેસ સ્કૂલના ગૌરવશાળી ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા શ્રી ભારદ્વાજનું કેમ્પસમાં પરત આવવું શીખવા, દ્રઢતા અને નેતૃત્વ દ્વારા આકાર પામેલી શૈક્ષણિક યાત્રાના સંપૂર્ણ વર્તુળનું પ્રતીક બની રહ્યું છે.
સ્નાતક વિદ્યાર્થીઓને સંબોધતા, શ્રી ભારદ્વાજે ઝડપથી બદલાતી દુનિયામાં અનુકૂલનક્ષમતા અને મૂલ્યો આધારિત નેતૃત્વ વિશે વાત કરતાં જણાવ્યું, “ભવિષ્યમાં સતત શીખવાની અને નૈતિક નિર્ણયો લેવાની જરૂરિયાત રહેશે. આજે તમે જે પાયો નાંખો છો તે કાલે તમે કેવા લીડર બનશો તે નક્કી કરશે. ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે નારાયણા બિઝનેસ સ્કૂલમાં પાછા ફરવું અને આ ગ્રેજ્યુએટિંગ ક્લાસને સંબોધિત કરવું એ મારા માટે ખૂબ જ વ્યક્તિગત અને અત્યંત મહત્વતા ધરાવે છે.”
સંસ્થાના નેતૃત્વએ છેલ્લા 25 વર્ષોમાં એનબીએસના વિકાસ પાછળના સામૂહિક પ્રયાસોને પણ સ્વીકાર્યા, ફેકલ્ટી મેમ્બર્સ, વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ઇન્ડસ્ટ્રી પાર્ટનર્સના યોગદાનને ઓળખ આપી, જેમણે શૈક્ષણિક મજબૂતાઈ અને વ્યવહારિક સુસંગતતા પર આધારિત લર્નિંગ ઇકોસિસ્ટમને આકાર આપવામાં મદદ કરી.
વિશેષ એવોર્ડ (2023-25 બેચ):
નારાયણા બિઝનેસ સ્કૂલે ક્લાસરૂમ ઉપરાંત શ્રેષ્ઠતા દર્શાવનારા વિદ્યાર્થીઓને સ્પેશ્યલ રેકિગ્નશન એવોર્ડ કર્યા.
* કેમ્પસ લાઇફમાં એકંદર વિકાસ, નેતૃત્વ અને યોગદાન બદલ, કંટિટેટિવ ફાઇનાન્સ (2023-25)માં પીજીડીએમના પૂર્ણપ્રદન્યા આનંદ પાંડુરંગીને હોલિસ્ટિક એવોર્ડ ટ્રોફી (બેચનો વિદ્યાર્થી) એનાયત કરવામાં આવી હતી.
* કાર્યક્રમ દરમિયાન સાતત્યપૂર્ણ કામગીરી અને નોંધપાત્ર સિદ્ધિઓને માન્યતા આપતા, મનન રાકેશ જોશી, એમબીએ + પીજીસીઇ (2023–25)ને ડિસ્ટિંગ્વિશ્ડ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
* યેશા સંજયભાઈ કાકડિયા, એમબીએ + પીજીપીસીઇ (2023-25)ને ઉત્કૃષ્ટ પ્રોફેશનલિઝમ, ઇન્ડસ્ટ્રી રેડીનેસ અને કોર્પોરેટ જોડાણ દર્શાવવા બદલ કોર્પોરેટ એક્સેલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
* આ સમારોહમાં બેસ્ટ સ્ટુડેંટ એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં વિશેષતાઓમાં એકેડેમિક એક્સેલેન્સને માન્યતા આપવામાં આવી હતી, સાથે જ સર્વિસ માઇલસ્ટોન એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવ્યા, જેમાં એવા ફેકલ્ટી સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું જેઓ તેમના સંબંધિત વિભાગોમાં સૌથી પહેલા જોડાયા હતા અને સંસ્થાને વિશિષ્ટતા સાથે સેવા આપવાનું જાળવી રહ્યાં છે.
