સંગીત એક એવી વસ્તુ છે. જે કોઈ ભાષાની મોહતાજ નથી. નાના બાળકથી લઈ વયોવૃધ્ધ સૌ કોઈને સંગીત પસંદ આવે છે. સંગીત લોકોને જોડે છે. કેટલાંક લોકોનું સંગીત પ્રત્યેનું પેશન એવુ હોય છે કે ગમે તે હદે જઈ શકે છે. તેવુ જ એક પેશન છે મ્યિઝકલ ટેટૂનું. સંગીત પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવવા માટે લોકો પોતાના શરીર પર સંગીતને સિમ્બોલિક કરતાં ટેટૂ પણ બનાવડાવતા હોય છે. આ ટેટૂ તેમના શરીર પર આજીવન રહેતા હોવાથી તેમનો સંગીત પ્રત્યેનો પ્રેમનો અહેસાસ પણ આજીવન રહી શકે છે. પોતાન મનમાં રહેલી સંગીત પ્રત્યેની પ્રેમની અનૂભૂતિ તેઓ સૌ કોઈને ટેટૂ દ્વારા દર્શાવી શકે છે. અહીં એવા જ કેટલાક સંગીત પ્રેમીઓનાં ટેટૂ જોઈએ.
- હાથની આંગળીઓ પર સંગીત દર્શાવતા આ સિમ્બોલ હાથ ને વધુ શોભાયમાન બનાવી રહ્યાં છે.
- . જે ગળાથી સંગીતનો સૂરો રેલાય તે ગળાની આસપાસ પણ સંગીતનાં સૂર સિમ્બોલીક કરવામાં આવેલા નજરે પડે છે.
- કેટલાક લોકો માટે સંગીત હદય સાથે એટલુ જોડાયેલુ હોય છે કે જાણે નસેનસમાં સંગીત દોડતુ હોય. તેવા લોકો આ પ્રકારનાં ટેટૂ પણ બનાવડાવતા હોય છે.
- કેટલાક સંગીત પ્રેમી કપલ તો સગાઈમાં રીંગને બદલે સંગીતનાં ટેટૂ ચિતરાવી નાંખે છે.
- કર્ણ પ્રિય સંગીતનાં સૂર જે કાનમાં પડે તે કાન પર પણ સંગીતનાં ટેટૂ બનાવડાવાનો ટ્રેન્ડ છે.