*સૂરપત્રીઃ રાગ હમીર*
વ્હાલા વાંચક મિત્રો…. આ સપ્તાહનો રાગ છે – રાગ હમીર.
વર્તમાન સમયમાં માણસ જ્યારે પોતાની તીવ્ર ગતિએ દોડતી જિંદગીમાં સુખનું સરનામું શોધતો ફરે છે ત્યારે એ પ્રશ્ન સાહજિક ઉદ્દભવે છે કે શું વ્યક્તિને ખરેખર એ આનંદ/નિજાનંદ ની પ્રાપ્તિ થાય છે ખરી….? તટસ્થ પ્રત્યુત્તર સાંભળો તો “ના” માજ જવાબ મળે. ઉપરોક્ત વાત સંપૂર્ણપણે સાચી નથી એમ ખોટી પણ નથી જ.
સુખનું સાચું સરનામું જો કોઈ નિશ્ચિત સ્થળ, કોઈ પુસ્તક, કોઈ ફિલ્મ, કોઈ ટેલિવિઝન કાર્યક્રમ અથવા તો આર્થિક સદ્ધરતા હોય અને વિશ્વ પ્રવાસે જઈએ તો પણ આનંદ મળશે જ એ કોઈ ખાતરીપૂર્વક નથી કહી શકતું. મારા માટે જો કોઈ સુખની વ્યાખ્યા પૂછે તો એટલુંજ કહીશ કે, સંગીતના કોઈપણ સૂર જે મન-મસ્તકને પ્રફુલ્લિત કરે એ ક્ષણો હંમેશ માટે આનંદ પ્રદાન કરનારી અને નિઃશબ્દ રહી છે. કોઈપણ જાતના સુખ-દુઃખની ક્ષણોમાં મારા માટે સંગીત એ વિટામિનનુ જ કામ કરે છે. સંદર્ભે જ્યારે રાગ ચયનની બાબત આવે ત્યારે હું ખૂબ ધ્યાનપૂર્વક ચયન કરતો હોઉં છું. હમીર રાગ પણ કઇંક એવી અદ્ભૂત સંવેદનાઓને ઝીલતો અને પોતાની સર્જનાત્મકતાને બખૂબી રજૂ કરતો રાગ છે….દરેક રાગને પોતાની એક પ્રકૃતિ હોય છે એવું હું સ્પષ્ટ પણે માનું છું.
ઉપરોક્ત રાગ બેઇઝડ સર્જન જોતા આ વાત સરળ રીતે સમજાય એવી છે. લતાજીએ ગાયેલું ભજન શ્રી રામચંદ્ર કૃપાળું ભજમન.. હમીર બેઇઝ જ છે. ફિલ્મ રાગિણીનું ગીત છેડ દીયે મેરે દિલ કે તાર.. જે અમાનત અલી અને કમર જલાલાબાદીએ ગાયેલું અને ઓ.પી. નૈયરનું સ્વરબદ્ધ કરેલું ગીત પણ એની જ રચના છે. તદુપરાંત, ફિલ્મ કોહિનૂરનું ગીત જે રફી સાહેબના સંઘેડાઉતાર અવાજમાં ગવાયેલુ છે અને નૌશાદ અલી દ્વારા સ્વરબદ્ધ કરવામાં આવેલું અવિસ્મરણીય ગીત મધુબન મેં રાધિકા નાચે રે.. પણ હમીરની જ કૃતિ છે. મરાઠી ફિલ્મ બાઈકોચા બહુનું ગીત જે આશાજીએ ગાયેલું છે અને વસંતપ્રભુએ સંગીત આપેલું છે. ગારે કોકિલા ગા પણ હમીર રાગની કૃતિ છે.
રફી સાહેબના અવાજ માજ અને ચિત્રગુપ્ત દ્વારા સ્વરબદ્ધ કરેલું ફિલ્મ સંગ્રામનું ગીત મૈ તો તેરે હસીન ખયાલો મેં.. પણ હમીરની રચના છે. મારી બહુજ પ્રિય ફિલ્મ ડોરનું ગીત જે સલીમ સુલેમાને સ્વરબદ્ધ કરેલું છે અને સલીમ મર્ચન્ટ અને શફાકત અલી ખાને ગાયેલું છે, યે હોંસલા કૈસે.. પણ હમીર બેઇઝડ રચના છે. મુકેશજીના કંઠે ગવાયેલુ મસ્ત ભજન જે નોનફિલ્મી બેઇઝડ છે. સૂર કી ગતિ મેં કયા જાનુ.. પણ હમીર બેઇઝડ જ છે. જોકે ગંભીર પ્રકૃતિ ધરાવતા આ રાગમાં ફિલ્મી ગીતો ઓછા સર્જાયા છે.
આરોહ:- સા રે ગ મ પ ધ નિ સા
અવરોહ:- સા નિ ધ પ મ (તીવ્ર) પ ગમ રે સા
વાદી:- ધ
સંવાદી:- ગ
જાતિ:- ષાડવઃ સંપૂર્ણ
થાટ:- કલ્યાણ
સમય:- રાત્રીનો પ્રથમ પ્રહર
મિત્રો, આવી કઇંક કેટલીય કૃતિઓ હમીર રાગ અંતર્ગત સર્જન પામેલી છે. તો ચાલો મિત્રો આજે ઉપરોક્ત રાગ બેઇઝડ એક મસ્ત મજાની રચના માણીએ.
કોલમિસ્ટઃ મૌલિક સી. જોશી
જૂનાગઢ
~~~~~~~~~
Movie/Album: कोहिनूर (1960)
Music By: नौशाद अली
Lyrics By: शकील बदायुनी
Performed By: मो.रफ़ी
मधुबन में राधिका नाचे रे
गिरधर की मुरलिया बाजे रे
मधुबन में राधिका…
पग में घुँघर बाँध के
घुँघटा मुख पर डाल के
नैनन में कजरा लगा के रे
मधुबन में राधिका…
डोलत छम-छम कामिनी
चमकत जैसे दामिनी
चंचल प्यारी छब लागे रे
मधुबन में राधिका…
म्रिदंग बाजे तिरकिट धूम तिरकिट धूम ता ता
नाचत छूम छूम ताथई ताथई ता ता
छूम छूम छा ना ना ना, छूम छूम छा ना ना ना
क्रांध क्रांध क्रांध धा, धा धा धा
मधुबन में राधिका नाचे रे
मधुबन में राधिका
नी सा रे सा, गा रे मा गा, पा मा धा पा, नी धा सां नी
रें सां रे सा नी धा पा मा पा धा नी सां रें सां नी धा पा मा
गा मा धा पा गा मा रे सा
मधुबन में राधिका नाचे रे
सां सां, सां नी धा पा मा पा धा पा गा मा रे सा ऩी रे सा
सा सा गा मा धा धा नी धा सां
मधुबन में राधिका नाचे रे
मधुबन में राधिका
ओदे नादिर दिरधा नीता धारे दीम दीम तानाना
नादिर दिरधा नता धारे दीमदीम तानाना
ना दिर दिर धा नी ता धा रे दीम दीम ता ना ना
ना दिर दिर धा नी ता धा रे
ओ दे ताना दिर दिर ताना, दिर दिर दिर दिर दूम दिर दिर दिर
धा तिरकिट तक दूम तिरकिट तक
तिरकिट तिरकिट ता धा नी
ना दिर दिर धा नी ता धा रे
~~~~~~~
Movie/Album : डोर (2006)
usic By : सलीम-सुलेमान
Lyrics By : मीर अली हुसैन
Performed By : शफ़क़त अमानत अली खान
ये हौसला कैसे झुके,
ये आरज़ू कैसे रुके
मंजिल मुश्किल तो क्या
धुंधला साहिल तो क्या
तनहा ये दिल तो क्या
राह पे कांटे बिखरे अगर
उसपे तो फिर भी चलना ही है
शाम छुपाले सूरज मगर
रात को एक दिन ढलना ही है
रुत ये ताल जाएगी
हिम्मत रंग लाएगी
सुबह फिर आएगी
होगी हमें जो रहमत अदा
धुप कटेगी साये तले
अपनी खुदा से है ये दुआ
मंजिल लागले हमको गले
जुर्रत सौ बार रहेऊँचा इकरार रहे,
जिंदा हर प्यार रहे
આ કોલમ વિશેના પ્રતિભાવ ચોક્કસ જણાવશો.
વિવિધ રાગોના લેખ વાંચવા માટે અહિં ક્લિક કરો