મુંબઇઃ કોઇ તેને ગોલ ગપ્પા, ફૂચકા, પકોડી કે પાની પતાશા કહે છે. હા આપણે વાત કરી રહ્યા છે પાણી પુરીની. હા, આ એક એવું ભારતીય ખાણું છે જે આપણ સૌને એક તાંતણે બાંધે છે.
જે તમે પાણી પુરી પ્રેમી હોય અને તમે એક પ્લેટથી વધુ તીખી. મીઠી અને સ્વાદિષ્ટ પાણી પુરી ખાઇ શકતા હોય તો તમારા માટે સારા સમાચાર છે. આ વિકએન્ડમાં કર્લી ટેલ્સ દ્વારા આયોજીત પાણી પુરી ફેસ્ટિવલની તમારે અચૂક મુલાકાત લેવી જોઇએ.
કર્લી ટેલ્સ ૪, ૫ અને ૬ મેના રોજ મુંબઇમાં ઘાટકોપર ખાતે આર સિટી મોલ ખાતે સાંજે ૫ થી ૧૦ કલાક સુધી આયોજીત થનાર છે.
આ ફેસ્ટિવલમાં તમે રોજ ખવાતી તીખી-મીઠી પાણી પુરી ઉપરાંત અનેક ફ્લેવર્સની પાણી પુરીની મજા માણી શકશો, જેવી કે ચીઝ પાણી પુરી, મેક્સિકન પાણી પુરી, મેંગો પાણી પુરી, આઇસક્રીમ પાણી પુરી અને બીજી ૧૫ વિવિધતા ધરાવતા ફ્લેવર્સ.
આ ફેસ્ટિવલ ખાતે પાણી પુરી ખાવાની સ્પર્ધા પણ આયોજીત કરવામાં આવી છે. વિજેતાઓ ઇનામ રૂપે વાઉચર્સ મેળવી શકશે.
આ પાણી પુરી ફેસ્ટિવલ પ્રવેશ નિઃશુલ્ક છે. તો રાહ કોની જુઓ છો મુલાકાત લો પાણી પુરી ફેસ્ટિવલની અને સ્વાદિષ્ટ પાણી પુરીનો આનંદ ઉઠાવો.