ઘર ખરીદવાવાળા માટે ખુશખબર! NAREDCO પ્રોપર્ટી ફેસ્ટમાં અમદાવાદના 500થી વધુ પ્રોજેક્ટ્સની રજૂઆત એકજ જગ્યાએ…

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (NAREDCO) ગુજરાત દ્વારા એસપી રિંગ રોડ ઉપર વૈશ્ણોદેવી સર્કલ પાસે તારીખ 19થી 21 ડિસેમ્બર દરમિયાન NAREDCO પ્રોપર્ટી ફેસ્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ-દિવસીય પ્રોપર્ટી એક્ઝિબિશનમાં અમદાવાદની અંદર અને આસપાસના વિસ્તારોના 500થી વધુ રેસિડેન્શિયલ, કમર્શિયલ, ઇન્ડસ્ટ્રિયલ, વિકેન્ડ હોમ્સ અને પ્લોટેડ ડેવલપમેન્ટ્સની રજૂઆત કરાશે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં જ અમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સના હોસ્ટ સિટી તરીકે જાહેર કરાયું છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી શુક્રવારના રોજ આ ફેસ્ટનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે ગુજરાતના નાણા અને શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, કૃષિ મંત્રી શ્રી જીતુ વાઘાણી, ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન પણ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમ વિશે વાત કરતાં NAREDCO ગુજરાતના ચેરમેન એમિરટ્સ એનકે પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર જંગી ઔદ્યોગિક રોકાણ, મોટાપાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને રોકાણકારને અનુકૂળ નીતિઓને કારણે ઝડપી વૃદ્ધિ સાધી રહ્યું છે. આ ઉપરાંત 2030 કોમનવેલ્થ ગેમ્સના હોસ્ટ સિટી તરીકે પણ અમદાવાદની પસંદગી તથા 2036 સમર ઓલમ્પિક્સ માટે અમદાવાદની દાવેદારીએ પણ રિયલ એસ્ટેટ સેક્ટરમાં લાંબાગાળે ઉપલબ્ધ તકો અંગે વિશ્વાસ વધારે છે. આ પ્રોપર્ટી ફેસ્ટથી તેને જરૂરી પ્રોત્સાહન મળી રહેશે.

આ ત્રણ-દિવસીય NAREDCO ગુજરાત કોન્કલેવ 2025ના બીજા દિવસે એટલેકે શનિવારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ રહેશે. તેમની સાથે શહેરી વિકાસ મંત્રી શ્રી દર્શના વાઘેલા, એમએલએ શ્રી હર્ષદ પટેલ અને અમિત ઠાકર, એએમસી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, ઔડા ચીફ એક્ઝિક્યુટિવ ઓથોરિટીના શ્રી ડીપી દેસાઇ અતિથિ વિશેષ ઉપસ્થિત રહેશે. આ કોન્કલેવમાં રિયલ એસ્ટેટમાં ઉભરતી તકો, માળખાકીય સુવિધાઓ સંચાલિત વિકાસ તેમજ અમદાવાદ અને ગુજરાત માટે અર્બન રોડમેપના ભવિષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે.

NAREDCO ગુજરાતના ચેરમેન અને NAREDCO નેશનલના માનદ્ સેક્રેટરી સુરેશ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાગ રિયલ એસ્ટેટ સેક્ટરના વિકાસના નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. મેટ્રોનું વિસ્તરણ, એક્સપ્રેસ-વે, ગિફ્ટ સિટી, ધોલેરા એસઆઇઆર અને મોટાપાયે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી શહેરની વૃદ્ધિને નવી દિશા આપી રહી છે. આ તબક્કો રેસિડેન્શિયલ, હોસ્પિટાલિટી અને કમર્શિયલ સેગમેન્ટમાં લગભગ રૂ. 1 લાખ કરોડનું મૂલ્ય અનલોક કરશે તેવી આશા છે. આ પ્રોપર્ટી ફેસ્ટ શહેરમાં મોટા પ્લેટફોર્મ પૈકીનું એક છે, જે શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ઘણાં માઇક્રો-માર્કેટ્સે છેલ્લાં એક દાયકામાં 80-100 ટકા કિમતોમાં વધારો અનુભવ્યો છે, જે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકે શહેરના આકર્ષણને મજબૂતાઇ પ્રદાન કરે છે. આ ઉપરાંત 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટથી પણ અમદાવાદની મજબૂત વૃદ્ધિને ટેકો મળી રહેશે.

NAREDCO ગુજરાતના પ્રેસિડેન્ટ યોગેશ ભાવસારે જણાવ્યું હતું કે, એફોર્ડેબલ હોમથી લઇને પ્રીમિયમ ડેવલપમેન્ટમાં 500થી વધુ પ્રોપર્ટીઝ તથા રોકાણના અલગ-અલગ વિકલ્પો સાથે પ્રોપર્ટી ફેસ્ટ ખરીદદારોની વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરશે. અમે ઘર ખરીદવા ઇચ્છુક અને રોકાણકારોને સક્રિયપણે ભાગ લઇને ફેસ્ટમાં ઉપલબ્ધ તકો અને ઓફર્સનો લાભ લેવા આમંત્રિત કરીએ છીએ.

NAREDCO પ્રોપર્ટી ફેસ્ટ 2025 ખરીદદારો અને રોકાણકારોને એક જ છત નીચે વિવિધ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સની સીધી એક્સેસ પ્રદાન કરશે. આ કાર્યક્રમાં વિનામૂલ્ય પ્રવેશ છે અને મુલાકાતીઓ દરરોજ સવારે 10:00 થી રાત્રે 8:00 વાગ્યા સુધી એક્ઝિબિશનના કલાકો દરમિયાન પ્રોજેક્ટ્સ જોઇ શકશે, ડેવલપર્સ સાથે ચર્ચા કરી શકશે અને વિશિષ્ટ ઓફર્સનો લાભ લઈ શકશે.

Share This Article