તાજેતરમાં જ કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મહિલાઓ સેક્સને વધારે પ્રાથમિકતા આપે છે જ્યારે પુરુષો લાંબા સમય સુધી સંબંધો જાળવી રાખવાને વધારે મહત્વ આપે છે. લાંબા સમય સુધી સંબંધો જાળવી રાખીને પુરુષ વધારે ખુશી અનુભવ કરે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસના પરિણામ અગાઉના પરિણામ કરતા બિલકુલ અલગ પ્રકારના છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પુરુષ સેક્સ માટે વધારે ઉતાવળીયા રહે છે. પરંતુ નવા અભ્યાસમાં આ બાબત ખોટી સાબિત થઈ છે.
અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે મહિલાઓની સરખામણીમાં પુરુષો ગળે મળવા અને કિસિંગ કરવાની બાબતને પણ વધારે મહત્વ આપે છે. ઇન્ડિયાના યુનિવર્સિટીના સંશોધકોએ ઘણી બાબતોને ધ્યાનમાં લીધા બાદ આ તારણો આપ્યા હતા. યુનિ.ના સંશોધકોએ કહ્યું હતું કે આ શોધનું નેતૃત્વ જુલિયા હેઇમેન દ્વારા કરવામાં આવ્યું હતું. આમા જાણવા મળ્યું છે કે સંબંધોના શરૂઆતના ૧૫ વર્ષમાં મહિલાઓ બાળકોના ઉછેરમાં તથા તેમની કાળજી લેવામાં જ વ્યસ્ત રહે છે જેના કારણે તે વધારે ભાવનાશીલ રહે છે પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમના ઉપર દબાણ ઘટતું જાય છે. જુલિયાનું કહેવું છે કે સમય પસાર થવાની સાથે સાથે મહિલાઓને વધારે સંતોષ મળે છે. કારણ કે બાળકો મોટા થવાની સાથે સાથે તેમની લાઈફ સ્ટાઈલમાં ફેરફાર થાય છે. પાંચ દેશોના ૧,૦૦૦થી વધુ દંપતિઓને આવરી લઈને કરવામાં આવેલા અભ્યાસમાં ઘણી બાબતો જાણવા મળી છે.
આ અભ્યાસમાં આવરી લેવામાં આવેલા દંપતિઓની વય ૪૦થી ૭૦ વર્ષની આંકવામાં આવી છે. કેટલાક પરિણામોથી જાણકાર લોકો સંતુષ્ટ નથી અને સહેમત પણ નથી. આના પરિણામો આગામી દિવસોમાં જારી કરવામાં આવે તેમ માનવામાં આવે છે.