આધુનિક સમયમાં ભાગદોડની લાઇફમાં સ્વસ્થ અને ફિટ રહેવા માટે લોકો બનતા તમામ પ્રયાસો કરતા રહે છે. આના માટે જંગી ખર્ચ પણ કરવામાં આવે છે. છતાં કેટલાક લોકો આરોગ્ય મેળવી લેવામાં સફળ રહેતા નથી. હાલમાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સારી હેલ્થ રાખવા માટે હમેંશા જેટલી ભુખ હોય તેના કરતા ઓછા પ્રમાણમાં ભોજન કરવુ જોઇએ. આંતરડા અમારા પાચન તંત્રના મુખ્ય અંગ તરીકે છે. મોટા આંતરડા અને નાના આંતરડા અમારી પાચન ક્રિયામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી. નિષ્ણાંત તબીબો કહે છે કે અમે જે ભોજન કરીએ છીએ તેમાંથી આંતરડા સારી અને સ્વસ્થ તેમજ પૌિષ્ટિક ચીજા કાઢે છે. જ્યારે ઝેરી ચીજાને શરીરની બહાર કાઢી નાંખે છે. આંતરડા પણ યોગ્ય રીતે કામ કરી શકે તે માટે પણ કેટલાક પગલા લેવાની જરૂર હોય છે. આંતરડાને સ્વસ્થ રાખવા માટે પણ કેટલાક પગલા લેવા જોઇએ.
નિષ્ણાંત લોકો કહે છે કે પોતાની ભુખ કરતા હમેંશા ઓછા પ્રમાણમાં ભોજન કરવાથી લાભ થાય છે. જ્યારે ભુખ કરતા વધારે પ્રમાણમાં જમવાના કારણે આરોગ્યની સમસ્યા ઉભી થઇ શકે છે. વધારે જમવાથી માત્ર વજન વધતુ નથી. સાથે સાથે અમારા આંતરડાની સક્રિયતા ઓછી હોય છે. કારણ કે વધારે પ્રમાણમાંભોજન કરવાથી આંતરડાને પાચનમાં ભારે તકલીફ પડે છે. પોતાના ભોજનમાં ઉચ્ચ ફાયબરમુક્ત ભોજનને સામેલ કરવાથી આના કારણે ફાયદો થાય છે. ફાયબરયુક્ત ભોજન કરવાથી ફાયદો થાય છે. તે સારી રીતે પચી જાય છે. તે આંતરડાને વધારે સક્રિય પણ રાખે છે. વાસી ભોજન કરવાથી દુર રહેવાની પણ હમેંશા જરૂર હોય છે. વાસી ચીજો ખાવાથી કેટલીક તકલફ ઉભી થઇ જાય છે. ખોરાકી ઝેરની અસર થઇ શકે છે. તે પાચન સંબંધિત તકલીફને જન્મ આપે છે. ફાઇબરયુક્ત સંતુલિત ચીજા ભોજનમાં ઉપયોગમાં લેવામાં આવે તે જરૂરી છે. શાકભાજી, ફળફળાદી , અનાજ અને નટ્સમાં ફાઇબર ચીજા વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાથી ફાયદો થાય છે.
ફાઇબર આપના આંતરડાને સ્વસ્થ કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. પાણી પિવાના કેટલાક ફાયદા છે. આના કારણે અમે અમારા શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર કરી દઇએ છીએ. આંતરડાને પણ સ્વસ્થ રાખીએ છીએ. જો તમે વધારે પ્રમાણમાં ફાયબર ભોજનમાં લઇ રહ્યા છો અને સાથે સાથે પુરતા પ્રમાણમાં પાણી પિતા નથી તો આપના આંતરડાને નુકસાન થઇ શકે છે. જેથી પુરતા પ્રમાણમાં પાણી પિવામાં આવે તે જરૂરી છે. જો તમે માંસાહારી છો અથવા તો નોન વેજેટેરિયન છો તો લીન મીટનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. આના કારણે આંતરડાની ગતિવિધી સ્વસ્થ રહે છે. લીન મીટના કારણે ભોજન સરળતાથી પચી જાય છે. સાથે સાથે આંતરડા સારી રીતે કામ કરે છે. તેમાં પોષ્ટિક તત્વો હોય છે.
જે ઇમ્યુનિટી પાવરને મજબુત કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. લીન મીટ જેમ કે ફિશનો ઉપયોગ કરવાથી વધારે ફાયદો થાય છે. તેમાં પુરતા પ્રમાણમાં પ્રોટીન હોય છે. જે પાચન ક્રિયાને મજબુત બનાવે છે. સાથે સાથે પ્રોટીનની કમીને દુર કરે છે. રેડ મીટનો ઉપયોગ ન કરવાની સલાહ નિષ્ણાંતો આપે છે. રેડ મિટમાં વાસી પદાર્થોનુ પ્રમાણ વધારે હોય છે. જેના કારણે શરીરમાં વજન વધી શકે છે. આ ઉપરાંત તેમાં રહેલ કોલેસ્ટ્રોલ આંતરડા પર માઠી અસર કરે છે. આયુર્વેદ નિષ્ણાંત એસકે પાન્ડે કહે છે કે આંતરડાને સ્વસ્થ રાખવા માટે આરામ કરવાની જરૂર હોય છે. આંતરડા મસ્તિષ્ક સાથે જોડાયેલી હોય છે. માથામાં સ્વસ્થ હોવાની બાબત પણ ઉપયોગી છે. નિષ્ણાંત લોકો કહે છે કે ભુખ કરતા ઓછા પ્રમાણમાં જમવાથી ફાયદો થાય છે.