અમદાવાદ: ગુજરાતમાં ભારે વરસાદનો દોર જારી રહ્યો છે જેના પરિણામ સ્વરુપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી છે. ભારે વરસાદ અને પ્રતિકુળ સંજાગોના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ આખરે રદ કરવામાં આવ્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજે આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, વહીવટીતંત્રના અધિકારીએ હાલમાં બચાવ અને રાહત કામગીરીમાં લાગેલા છે ત્યારે તેમના પ્રવાસને મોકૂફ કરાયો છે.
વડાપ્રધાન મોદી ૨૦મી જુલાઈના દિવસે જુનાગઢમાં હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા પહોંચનાર હતા. મોદીના ગુજરાત પ્રવાસનો નવો કાર્યક્રમ હજુ જાહેર કરવામં આવ્યો નથી પરંતુ સ્થિતિ હળવી બન્યા બાદ નવેસરથી કાર્યક્રમ જાહેર કરાશે.