આપણું માઈન્ડ ખુબજ શક્તિશાળી અને અદભુત અંગ છે, જો આપણે તેના ઉપર કાબુ મેળવી શકીયે તો. માઈન્ડ ઉપરનો કાબુ એટલે કે માઈન્ડ મેનેજમેન્ટ. ચાલો જાણીએ શું છે ન્યુરોલોજીસ્ટ ના મતે ઇફેક્ટિવ માઈન્ડ મેનેજમેન્ટના મુખ્ય ત્રણ સિક્રેટ.
સિક્રેટ 1 – ધીરજ થી કામ લો
માઈન્ડ કઇપણ સાંભળે, જોવે કે અનુભવે તેને તરફ ખૂબજ ઝડપથી રિએક્ટ કરવા ટેવાયેલું છે પરંતુ આપણે તેના રિએક્શન ટાઈમમાં વધારો કરી અથવા તો થોડું વિચારીને રિએક્શન આપવા જો પ્રયત્ન કરીયે તો સચોટ શબ્દો બોલવાની અને સાચા નિર્ણયો લેવાની સંભાવના વધારે હોય છે. ત્વરિત રિએક્શન કરનારા લોકો ખોટા નિર્ણય અથવા તો જલ્દી મગજ પરનો આપો ખોઈ ના બોલવાનું બોલી નાખતા હોય છે. જેનું પરિણામ સારું નથી આવતું હોતું
સિક્રેટ 2 – સામેવાળાનો દ્રષ્ટિકોણ પણ ધ્યાનમાં લો
ઘણીવાર આપણું મગજ ખુબજ જલ્દી આર્ગ્યુમેન્ટ મોડમાં આવી જાય છે કેમકે મગજની અંદર એક વિચારધારા કે સ્વભાવ કોરાઈ ગયો હોય છે અને તેને એ સ્વભાવ ઉપર આવતા દરેક પ્રહારનો સામનો શબ્દબાણ દ્વારા કરવાની એક ટેવ પડી ગઈ હોય છે. જેના કારણે તમે સામેવાળાનો દ્રષ્ટિકોણ સમજવો તો દૂર પણ જોવાનો પણ પ્રયત્ન નથી કરતા, ઘણીવાર તમે સંપૂર્ણ કે મહદ અંશે ખોટા હોવ તેવું પણ બની શકે અને તમને તમારી ભૂલ સમજાઈ પણ શકે જો તમે સામેવાળાનો દ્રષ્ટિકોણ પણ ધ્યાનમાં લેતા થઇ જાવ. એટલુંજ નહિ તમે સામેવાળાના પોઇન્ટ સમજી તેને તમારો પોઇન્ટ પણ સરળતાથી સમજાવી શકો.
સિક્રેટ 3 – માઇન્ડને વિનંતી નહી કમાન્ડ આપો
દુનિયામાં બધા લોકો માને છે કે સવારે વહેલા ઉઠી અને દોડવા જવું સ્વાસ્થ્ય માટે સારું છે પરંતુ માંડ 4 થી 5 ટકા લોકો દોડવા જાય છે. કેમકે તેઓ મગજને આળસ તથા અન્ય બહાનાઓથી દબાવી દે છે અને આજની વાત કાલ ઉપર ટાળી નાખે છે. જો રાતે ઘરમાં આગ લાગે તો મગજ તરત જ બધ્ધી જ ઊંઘ મૂકી અને ફટાફટ દોડવા માંડશે !! આ સાબિત કરે છે કે જો તમે મગજ ને વિનંતી કે ઓપશન આપશો તો તે આળસ કરી તમારા ધ્યેયને પાછળ ધકેલશે પરંતુ જો તમે તમારા મગજને કમાન્ડ કે આદેશ આપશો તો તેનો અમલ પણ તે ખુબજ દ્રઢતાથી કરશે અને તમારા ધ્યેયની પાસે ઝડપથી પહોંચાડશે !!
આ હતા મુખ્ય ત્રણ સિક્રેટ માઈન્ડ અને તેના નેચર વિષે, તમે આ ત્રણ સિક્રેટ ને સ્ટ્રેટેજીમાં ફેરવી અને રોજિંદી જીવનશૈલીમાં વાપરો તો ખુબજ ઉપયોગી બનશે
By – વિઝન રાવલ – ન્યુરોમાર્કેટિંગ એક્સપર્ટ