વડોદરા: ભારતની બીજા ક્રમાંકની વિશાળ મેરાથોન અને વડોદરાની સૌથી અપેક્ષિત સ્પોર્ટિંગ ઇવેન્ટ એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરાથોનનું આયોજન 6 જાન્યુઆરી, 2019ના રોજ કરવામાં આવ્યું હતું. આ મેરાથોનમાં દેશની પ્રતિષ્ઠિત કાર નિર્માતા અને સતત બીજા વર્ષ માટે પ્રાયોજક રહેલી એવી એમજી મોટર ઇન્ડિયા તરફથી 800 કર્મચારીઓએ ભાગ લીધો હતો. મેરાથોનની આ 8મી આવૃત્તિએ ‘સ્પોર્ટ્સ-સેવા-સ્વચ્છતા’ની તેની પ્રાથમિક થીમને સમર્થન આપવા માટે માગ કરી હતી, જેનો હેતુ વડોદરાની સાથે સાથે દેશના નાગરિકોમાં વિશાળ સ્તરે ક્રિટિકલ સિવિક અને સામાજિક કારણો વિશે જાગરૃકતા વધારવાનો છે. એમજી મોટર ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ ચાબાએ આ ઇવેન્ટની વિવિધ રેસમાં મોટી સંખ્યામાં દોડવીરોમાં અમારા કર્મચારીઓને સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને અન્ય બાબતો વિશે જાગરૂકતા ફેલાવવા માટે દોડતા જોવા એ રોમાંચક હોય છે અને અમે અવનારી વર્ષોમાં ઇવેન્ટ સાથેની આ ભાગીદારીને જાળવી રાખવા તરફ પણ ધ્યાન આપી રહ્યાં છીએ તેમ જણાવ્યું હતું.
વડોદરાનાં છાણી વિસ્તારની યુવતીને તેના પતિએ સોશ્યલ મીડિયા પર પજવણી કરતો ૨૦૦ જેટલા ફેક એકાઉન્ટ બનાવ્યા
વડોદરા : અમેરિકામાં અભ્યાસ માટે ગયેલી છાણી વિસ્તારની યુવતીને તેના પતિએ સોશ્યલ મીડિયા મારફતે પજવણી કરતો હોવાની ફરિયાદ યુવતીના પિતાએ...
Read more