તાજેતરમાં જ કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ઉંઘવાના સમયે બ્લડપ્રેસર સાથે સંબંધિત દવાઓ લેવાથી વધુ ફાયદો મળે છે. હાઇપરટેન્શનને અંકુશમાં લેવામાં ઉંઘતી વેળા દવા લેવાની બાબત વધારે ફાયદો કરી જાય છે. આ ઉપરાંત હાર્ટ અટેક અને સ્ટ્રોકના ખતરાને ઘટાડવામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તાજેતરમાં જ સ્પેનિશ અભ્યાસના તારણો અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજીમાં પ્રકાશિત થયા હતા. અભ્યાસના ભાગરૂપે મોટી સંખ્યામાં લોકોને આવરી લેવામાં આવ્યા હતા. આમા જાણવા મળ્યું કે ઉંઘતી વેળા જે લોકો બ્લડપ્રેસર સાથે સંબંધિત દવાઓ લઇ રહ્યા છે તેમને ફાયદો થયો છે.
અભ્યાસના ભાગરૂપે ક્રોનિક કિડનીની તકલીફ અને હાઇપર ટેન્શનથી ગ્રસ્ત લોકો પૈકીના અડધા લોકોએ ઉંઘતી વેળા બ્લડપ્રેસરની દવા લીધી હતી. જ્યારે ૬૬૧ દર્દીઓ પૈકીના અડધા દર્દીઓએ સવારમાં આ દવા લીધી હતી. ૪-૫ વર્ષના ગાળા બાદ ફરી તેમના પર પરિક્ષણ કરવામાં આવ્યા બાદ જાણવા મળ્યું કે, જે લોકો ઉંઘતી વેળા આ દવા લઇ રહ્યા હતા તે લોકોને ફાયદો થયો છે અને તેમના બ્લડપ્રેસરને અંકુશમાં લેવામાં તેઓ સફળ રહ્યા છે અને હાર્ટ અટેલ અને સ્ટ્રોક જેવા હુમલાઓના ખતરાને પણ ઘટાડી શક્યા છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે, રાત્રે ઉંઘતી વેળા બ્લડપ્રેશરને ઘટાડતી દવા લેનાર લોકોને ફાયદો થયો છે.
આવા લોકોને જુદા જુદા રોગ થવાનો ખતરો સવારમાં તમામ દવાઓ લેતા દર્દીઓ કરતા એક તૃતિયાંશ ઓછો છે. અભ્યાસના તારણો ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાત્રે દવા લેનાર લોકો ઉંઘતી વેળા બ્લડ પ્રેશરને સરેરાશ ઘટાડવામાં પણ સફળ રહ્યા છે. સ્પેનિશ અભ્યાસના તારણોને અમેરિકી જનરલમાં પ્રકાશિત કરવામાં આવ્યા બાદ આમા વધુ અભ્યાસની પ્રવૃતિ હવે હાથ ધરવામાં આવશે.