હાલમાં જ કરવામાં આવેલા એક નવા અને રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લગ્ન લાંબાગાળે લોકોને વધુ ખુશી આપવામાં ઉપયોગી બને છે. નિરાશા સામે રક્ષણ આપવામાં ઉપયોગી છે. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ અભ્યાસ બાદ શોધી કાઢ્યું છે કે લગ્ન લાઇફ માટે ખૂબ જ મહત્વ રાખે છે. કોઈપણ અન્ય વિકલ્પ કરતા લગ્ન શ્રેષ્ઠ વિકલ્પ હોવાની વાત આમા કરવામાં આવી છે. પરીણિત લોકોની સરખામણીમાં નહી પરણેલા લોકો વધારે હતાશ લાઇફમાં જોવા મળે છે.
બ્રિટનના જાણીતા અખબાર ડેલી મેલે અભ્યાસના તારણોને ટાંકીને કહ્યું છે કે સરેરાશ લોકો લગ્ન કર્યા બાદ વધારે ખુશાલ છે. પર્સનાલિટી કોઈ અસર કરે છે કે કેમ તે અંગે પણ પ્રશ્ન અભ્યાસ દરમિયાન કરવામાં આવ્યા હતા. સામાન્ય તારણ સપાટી ઉપર એવા આવ્યા છે કે લગ્ન લાંબાગાળા સુધી હતાશા અને દુઃખ સામે રક્ષણ આપવાનું કામ પણ કરે છે જે તમામ માટે મહત્વપૂર્ણ અને ઉપયોગી છે.