હિમવર્ષાના કારણે કાશ્મીરમાં ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

હવામાન વિભાગે હળવો હિમવર્ષા થવાની આગાહી કરી

Kashmir


કાશ્મીર : કાશ્મીરની ઉપરની પહાડીઓ, પર્યટન સ્થળો ગુલમર્ગ અને સોનમર્ગમાં હિમવર્ષા ચાલુ છે. મેદાની વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હિમવર્ષાના કારણે કાશ્મીરમાં ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. ગુલમર્ગ, સોનમર્ગ અને દૂધપથરી સહિત અનેક પર્યટન સ્થળો અને ટેકરીઓ પર ગુરુવારે હિમવર્ષા થઈ હતી. શ્રીનગર અને મેદાની વિસ્તારોમાં વરસાદ જાેવા મળ્યો છે.. હિમવર્ષા અને વરસાદને કારણે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે શુક્રવારે પણ ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવો હિમવર્ષા થવાની આગાહી કરી છે. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન ૫.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હિમવર્ષા અને વરસાદને કારણે મુગલ રોડ સહિત અનેક માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

Share This Article