અમદાવાદ : ઉત્તરાયણ આવતાં જ પતંગરસિયાઓની લોકપ્રિય રેડબુલ કાઇટ ફાઇટ્સ તેની પાંચમી આવૃતિ સાથે ફરી આવી ગઇ છે. રેડબુલ કાઇટ ફાઇટ જે પતંગ ઉડાડનારાઓને ફરી એકવાર પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત કરવાની તક આપશે. ભારતમાં આ એકમાત્ર સ્પર્ધા છે તે પતંગ ઉડાડનારાઓને પતંગના ચેમ્પિયન બનવાની રમતમાં સ્પર્ધા કરવાની તક આપે છે. રેડબુલ કાઇટ ફાઇટની નેશનલ ફાઇનલ પહેલા ચાર શહેર ક્વોલિફાયરમાં સ્પર્ધા કરવાની તક આપશે. સ્પર્ધાનું ઊભા રહેલા છેલ્લા વ્યક્તિનું ફોરમેટ દેશમાં શ્રેષ્ઠ પતંગ ઉડાડનારાને અલગ તારવશે અને છેલ્લે ચેમ્પિયન પંતગબાજની જાહેરાત કરશે.
૧૬ વર્ષ કે તેનાથી વધુની વયના દરેક પાર્ટિસિપેન્ટ્સ માટે ખુલ્લી એવી આ સ્પર્ધાનો ક્વોલિફાયર રાઉન્ડ સુરત અને વડોદરામાં તા.૫ જાન્યુઆરીએ અને જયપુરમાં તા. ૬ જાન્યુઆરીએ યોજાશે. જયારે તે પછી અમદાવાદમાં ક્વોલિફાયર્સ માટે તા.૧૩ જાન્યુઆરીના રોજ જબરદસ્ત સ્પર્ધા જામશે.
એટલું જ નહી, રેડબુલ કાઇટ ફાઇટની નેશનલ ફાઇનલ પણ તા.૧૩ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ અમદાવાદમાં મણિનગર વિસ્તારની ભૈરવનાથ રોડ પર આવેલી અલ્પા પાર્ક સોસાયટીમાં યોજાશે. રેડ બુલ કાઇટ ફાઇટ ૨૦૧૯માં ભાગ લેવા માટે રેડબુલ.ઇન પર રજિસ્ટર કરવું જરૂરી છે. રેડબુલ કાઇટ ફાઇટ પરંપરાગત પતંગ ઉડાવવાના તહેવાર ઉત્તરાયણ કે મકર સંક્રાંતિ સાથે યોજાઇ રહી છે. ચેમ્પિયનશીપ પરંપરાગત પતંગ ઉડાડવાના તહેવારને સ્પર્ધાત્મક ટચ આપે છે અને દેશભરમાં દોરી અને પતંગ સાથે પોતાની તરકીબો બતાવીને શાબાશી જીતવાની પતંગરસિયા ઉત્સાહીઓને તક આપે છે.