ઘર બનાવતી વખતે દરેક વ્યક્તિ એવું ઇચ્છે છે કે, ઘરમાં એક નાનુ ગાર્ડન હોય. જેથી લીલોતરી દેખાય, પરંતુ આજકાલ ઘર નાના થઇ ગયા છે. જે લોકોના ઘર મોટા છે અને તેમની પાસે જગ્યા છે તેઓ ઘરની બહાર જ ગાર્ડન બનાવી લે છે. જેમના ઘર પણ નાના છે અને ઘરની બહાર જગ્યા પણ નથી તેમને ચિંતા કરવાની જરૂર નથી. ઇન્ડોર પ્લાન્ટિંગ દ્વારા તમે ગાર્ડનિંગનું સપનું પૂરુ કરી શકો છો. ઇન્ડોર પ્લાન્ટિંગના ઘણા બધા ફાયદા છે. જેમકે ઘરની સુંદરતામાં વધારો થશે. વધારાની સ્પેસ સાચવવાનું ટેન્શન નહી રહે. બહારથી આવનાર લોકોને ફ્રેશ ફી થશે. ઘરનું વાતાવરણ પોઝીટીવ બનશે. તો હવે તમારા ઘરમાં ઇન્ડોર પ્લાન્ટિંગ કરીને ઘરની સુંદરતા વધારો.
- ઘરની અંદર વધારાની જગ્યામાં નાના કુંડામાં એલોવેરાનો છોડ લગાવી શકો. એલોવેરાને સાચવવું પણ બહુ અઘરું નથી સાથે જ તે ઘરની હવાને ચોખ્ખી કરે છે.
- તમે હોલ કે લિવિંગ રૂમમાં બામ્બુ પ્લાન્ટ લગાવી શકો છો. જે જોવામાં ખુબ સુંદર હોય છે. ઘણા લોકો ડેકોરેશન માટે બામ્બુ પ્લાન્ટ લગાવતા હોય છે. તમારા લિવિંગ રૂમની સુંદરતા વધશે.
- સહેલાઇથી ઉગવા વાળો રબર પ્લાન્ટ સોફાની બાજુની ખાલી સ્પેસમાં રાખવા માટે યોગ્ય છે. ઘરના જેરી તત્વોનો આ પ્લાન્ટ સફાયો કરે છે. દેખાવમાં સુંદર અને નાનો છોડ ઘરની શોભા વધારશે.
- એરક પ્લાન્ટ પણ એક ખુબ સારો ઓપ્શન છે. તમે આ પ્લાન્ટને બેડરૂમમાં પણ રાખી શકો, જેથી તમારી આંખ ખુલે ત્યારે લીલોતરી જ દેખાય.
- પીળા કે સફેદ રંગના પાંદડા વાળા સ્નેક પ્લાન્ટને તમે ઘરના કોઇ પણ ખૂણામાં રાખી શકો. આ પ્લાન્ટ કાર્બન ડાયોક્સાઇડને પોતાની અંદર સમાવી લે છે. હવાને શુદ્ધ કરે છે.
જો તમારુ પણ ઘર નાનું છે અને તમને પ્લાન્ટિંગનો શોખ છે તો આ પ્લાન્ટના ઓપ્શન તમારા માટે યોગ્ય છે. ઘરમાં જ પ્લાન્ટિંગ કરીને ઘરની શોભા વધારો.