હોળીના તહેવાર આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. હોળી આવતાની સાથે જ તન અને મન બંને રંગીન બની જાય છે. હોળીના પ્રસંગે રંગોનુ ખાસ મહત્વ રહેલુ છે. આ ઉપરાંત આ તહેવાર પર ખાવા પિવાથી લઇને મોજ મસ્તીની ખુબ તૈયારી કરવામાં આવે છે. જેથી કહી શકાય છે કે રંગો વગર અને ખાવાની ચીજ વસ્તુઓની મસ્તી વગર હોળીની કલ્પના કરવી મુશ્કેલ છે. બીજી બાજુ સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે સ્વસ્થ અને સુરક્ષિત હોળી કઇ રીતે ઉજવવામાં આવે. કારણ કે આધુનિક સમયમાં અનેક પ્રકારના કેમિકલના ખતરનાક રંગ હોય છે. જે નુકસાન કરી શકે છે. હોળીના રંગમાં ભંગ ન પડે તે માટે આના માટે પણ નિષ્ણાંતો કેટલીક ટિપ્પસ આપે છે. હેલ્થ ટિપ્પસ આપતા જાણકાર નિષ્ણાંતો કહે છે કે બજારમાં જુદા જુદા પ્રકારના રંગ બિરંગી કલર આવી ગયા છે. આવી સ્થિતીમાં સાવધાની રાખવામાં આવે તે જરૂરી છે.
આ પ્રકારના ખતરનાક રંગથી બચવાની જરૂર હોય છે. હોળીમાં માત્ર નેચરલ રંગનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. આની સાથે સાથે નેચરલ રંગોથી રમતી વેળા પણ કેટલીક સાવધાની રાખવાની જરૂર હોય છે. હોળી પર રંગ રમતી વેળા જ્યારે રંગ હાથમાં લાગેલા હોય ત્યારે હાથથી આંખને સ્પર્શ કરવામાં ન આવે તે જરૂરી છે. પરંતુ સામાન્ય રીતે આંખ પર રંગ લાગી જાય છે. રંગ આંખમાં જતી રહેવાની સ્થિતીમાં પાણીથી આંખને બરોબર સાફ કરી લેવામા આવે ત જરૂરી છે. આંખન તાજા પાણીથી ધોઇ નાંખવાની જરૂર હોય છે. જ્યાં સુધી સંપૂર્ણ રંગ ઉતરી ન જાય ત્યાં સુધી આંખને ધોઇ કાઢવામાં આવે તે જરૂરી છે. હોળી રમતી વેળા પહેલા શરીર પર ક્રિમ અને તેલ લગાવવાની સ્થિતીમાં ફાયદો રહે છે. સાથે સાથે એવા કપડા પહેરી લેવા જાઇએ જે શરીરને વધુને વધુ કવર કરી લે છે. આ ઉપરાંત રંગોની વાળ પર સીધી અસર થાય છે જેથી વાળની સુરક્ષા રાખવામાં આવે તે પણ જરૂરી છે.
હોળીમાં રંગ રમી લીધા બાદ રંગ છોડાવવા માટે કેંમિકલ વાળા સાબુ અને અન્ય પદાર્થોનો ઉપયોગ કરવામા આવે છે જે સ્કીનને વધારે નુકસાન કરી નાંખે છે. જેથી નોર્મલ સાબુનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. હોળીમાં મિઠાઇનો ક્રેઝ તો સૌથી વધારે જાવા મળે છે. જેથી બજારમાં મિઠાઇની બોલબાલા વધી જાય છે. બજારમાં ઉપલબ્ધ મિઠાઇમાં પણ કેમિકલનો ખુબ ઉપયોગ કરવામાં આવે છે જેથી આવી સ્થિતીમાં ઘરમાં બનેલી મિઠાઇનો વધારે ઉપયોગ કરવામાં આવે તે જરૂરી હોય છે. આ ઉપરાંત હોળીના દિવસે ભાંગ અને શરાબનુ વેચાણ પણ હવે સમયની સાથે વધવા લાગ્યુ છે. જેથી આવી ચીજવસ્તુઓથી બચવામાં આવે તે જરૂરી છે. કારણ કે આના કારણે બ્લડજ પ્રેશર વધી જવાનો ખતરો રહે છે. હોળી રમતી વેળા મોમાં પણ કલર જવાનો ખતરો રહે છે. જ્યારે પણ મોમાં રંગ જાય ત્યારે પાણીનો પુરતો ઉપયોગ કરીને તેને દુર કરવામાં આવે તે જરૂરી હોય છે. કેટલીક વખત રંગોના તહેવારની ઉજવણી કરતી વેળા રંગ કાનમાં જતો રહે છે. આ બાબતને અમે ગંભીરતાથી લેતા નથી. જો આવુ થાય તો સરસિયાનુ તેલ હળવા પ્રમાણમાં ગરમ કરીને કાનમાં નાંખવાથી ફાયદો થાય છે.