મહામૃત્યંજય જાપ મહાદેવની આરાધના માટેનો શ્રેષ્ઠ મંત્ર છે. મૃત્યુને પરાજય કરવાની શક્તિ છે આ મંત્રમાં. આ મંત્ર મનની તથા તનની શુધ્ધિ કરે છે. શરીરનાં તમામ દર્દ અને મનની તમામ દુવિધાનું સમાધાન છે મહામૃત્યુંજયનાં જાપમાં.
ૐ ત્રયમ્બકં યજામહે ।
સુગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્ ।
ઉર્વારૂકમિવ બન્ધનામ્ ।
મૃત્યોર્મુક્ષીયમામૃતાત્ ।।
આ મહામૃત્યુંજય જાપમાં મોતને પરાસ્ત કરવાની શક્તિ રહેલી છે. જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ પીડામાં હોય અથવા તો કોઈ રોગમાં જકળાયેલી હોય અને મૃત્યુનાં દરવાજેથી તે વ્યક્તિને પાછી ખેંચવી હોય તો તેની સામે બેસીને મહામૃત્યુંજયનાં સતત જાપ કરવાથી તેને આયુષ્ય વરદાન પ્રાપ્ત થાય છે.
કોઈ એવુ સંકટ આવી ગયુ હોય જેમાં જીવનું જોખમ હોય અથવા તો કોઈ સ્વજનનાં પ્રાણ સંકટમાં હોય તો પણ પૂર્વ દિશામાં બેસીને લગાતાર મહામૃત્યુંજય જાપ કરવાથી સંકટ ટળી શકે છે.
રોજ સવારે સ્નાન કરતી વખતે આ મંત્રનો જાપ કરવાથી આવરદા વધે છે.
યાદ રાખો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરતી વખતે ઉચ્ચાર સ્પષ્ટ હોવા જોઈએ. જો ન આવડતાં હોય તો પ્લે કરીને પણ સાંભળી શકો છો.
તો આ શિવરાત્રિએ મહામૃત્યુંજયનાં સતત જાપ કરીને મહાદેવને પ્રસન્ન કરો.