બ્રાન્ડ તરીકે મેગી હંમેશાં માનતી આવી છે કે રસોઈકળા એ રસોડા પૂરતી સીમિત નહીં રહેવી જોઈએ. રસોઈ બનાવવાનું સાધારણ કાર્ય આપણને ઉત્સુક, ક્રિયાત્મક અને ભાવનાત્મક બનાવવાની સાથે-સાથે આપણને સ્વંતત્રતા, સંસાધનયુક્ત અને સતર્કતા પણ શીખવે છે.
આ આધાર પર મેગીએ કુછ અચ્છા પક રહા હૈ થકી ઘણી બધી પહેલોને ટેકો આપીને તેના આ વિચાર પર હિમાયત પ્રેરિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ સંકલ્પનાને વધુ આગળ લઈ જતાં મેગી કિચન જર્નીઝ પોતાનાં સપનાંઓને આકાર આપવા, અંગત મુશ્કેલીઓથી બહાર આવવા અને તેમના પરિવારનું ભાગ્ય બદલવાની તેમની રસોઈકળાની શક્તિનો ઉપયોગ કરતી સ્ત્રીઓની હિંમત અને લગનીની ઉજવણી કરે છે.
આ પહેલ વિશે બોલતાં નેસલે ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર સુરેશ નારાયણને જણાવ્યું હતું કે, અમારી પ્રોડક્ટ્સ માટે અમારો હેતુને ધ્યાનમાં લેતાં અમે હંમેશાં દરેક બાબતમાં રસોઈ નિપુણતાને કેન્દ્રમાં રાખી છે. લોકો તેમની શક્તિને ખોજ કરે, તેમના જીવનમાં પરિવર્તન લાવે અને તેઓ જ્યાંના છે તે સમાજમાં પરિવર્તન લાવે તે જોવાનું ખરેખર પ્રેરણાત્મક છે. મેગી કિચન જર્નીઝમાં અમે એવી સ્ત્રીઓની વારતાઓની ઉજવણી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેઓ રોજબરોજની રસોઈકળાનો ઉપયોગ પરિવર્તન લાવવા માટે કરીને નવી ઊંચાઈ સર કરી ચૂકી છે. દેખીતી રીતે જ આ સ્ત્રીઓએ અસાધારણ સિદ્ધિઓ કઈ રીતે હાંસલ કરી તે પ્રેરણાત્મક છે.
મેગી કિચન જર્નીઝમાં ખાદ્યને માધ્યમ તરીકે ઉપયોગ કરીને પોતાની આગવી ઓળખ સ્થાપિત કરીને સ્ત્રીઓની ૧૨ હૃદયસ્પર્શી અને પ્રેરણાત્મક વારતાઓ પ્રદર્શિત કરે છે. આ સ્ત્રીઓએ વિવિધ રીતે પોતાની રસોઈકળાને ક્રિયાત્મ કરી તે ઉપયોગ કરીને પરિવર્તન લાવી દીધું છે. કિચન જર્નીઝમાં સ્ત્રીઓ તેમના આ પ્રવાસમાં પડકાર જનક સંજોગોનો સામનો કઈ રીતે કરે છે અને તેઓ જે વિશે લગની ધરાવે છે તે સ્થાપિત કરવા માટે મુશ્કેલ સ્થિતિઓમાંથી કઈ રીતે બહાર આવે છે તે રજૂ કરવામાં આવશે.