તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં જાણવામાં આવ્યું છે કે, જે રીતે મહિલાઓમાં સ્થૂળતા ઘણી બિમારીઓને આમંત્રણ આપે છે તેવી જ રીતે ઓછુ વજન પણ ઘણી બિમારીઓને આમંત્રણ આપે છે. આનો મતલબ એ થયો કે, સ્થૂળતા અને વધારે પડતુ ઓછુ વજન બંને ખતરનાક છે. જેથી મહિલાઓને પોતાના વજન બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ)મુજબ રાખવા તબીબો સલાહ આપે છે. બીએમઆઈ દરેક વ્યક્તિ ની હાઇટ અને વજન ઉપર આધારિત હોય છે. બોડી માસ ઇન્ડેક્સ અને અન્ય અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ૪ ફુટ ૧૦ ઇંચની લંબાઇ ધરાવતી મહિલાઓનું વજન આદર્શ રીતે ૪૯-૫૪ કિલો, પાંચ ફુટની મહિલાઓનું વજન ૫૧-૫૭ કિલોગ્રામ હોવું જોઇએ.
આવી જ રીતે મહિલાઓમાં પાંચ ફુટ એક ઇંચની લંબાઇ ધરાવતી મહિલાઓનું વજન ૫૨-૫૮ હોવું જોઇએ. વજન અને હાઇટ બંનેની ગણતરી સમતુલીત પણે કરવામાં આવે તે જરૂરી છે. ભારતીય તબીબ ડો. રચના ઝાલાએ કહ્યું છે કે, સ્થૂળતા અને વધારે પડતુ વજન સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. સ્થૂળતાને કારણે એકબાજુ ડાયાબિટીસ, હાર્ટ સાથે સંબંધિત તકલીફ ઉભી થાય છે. બીજી બાજુ ડાઇટીંગ અને વધારે પડતું વજન ઉતારનાર મહિલાઓમાં પણ ઘણી બિમારીઓ ઘર કરી શકે છે. આધુનિક સમયમાં યુવતીઓ આકર્ષક દેખાવા માટે જીરો ફિગર મેળવવા પ્રયાસ કરે છે. જે ખતરનાક સાબિત થઇ શકે છે.