બ્લડ શુગર ઘટી જવાનો ખતરો માત્ર ડાયાબિટીસના દર્દીઓને જ રહેતો નથી બલ્કે સ્વસ્થ વ્યક્તિને પણ બ્લડ શુગર ઘટી જવાનો ખતરો રહે છે. શુગર અથવા તો ગ્લુકોઝ અમારા શરીરમાં એનર્જીના મુખ્ય સોર્સ તરીકે રહે છે. આ શુગર બ્લડની સહાયથી અમારા શરીરના જુદા જુદા હિસ્સા સુધી પહોંચે છે. એટલે કે બ્લડ શુગર અમારા શરીરની મુળભૂત જરૂરીયાત તરીકે છે. શરીરમાં બ્લડશુગરનુ પ્રમાણ વધી જાય તો પણ ખતરનાક છે અને ઘટી જાય તો પણ ખતરનાક છે. બ્લડ શુગર ઘટી જવાની સ્થિતીને હાઇપોગ્લાઇસેમિયા કહે છે. લો બ્લડ શુગરના કારણે કિડની ડિસઓર્ડર, હેપેટાઇટિસ, માનસિક સંતુલન ગુમાવવાની બાબત અને બેચેની થાય છે. ચક્કર આવવા જેવી સમસ્યા થાય છે. આના કારણે આંખોની આગળ અંધારા આવી જાય છે.
લો બ્લડ શુગર માટેની સમસ્યાના કેટલાક કારણો રહેલા છે. જે પૈકી લક્ષણને જાણીને સરળ રીતે ધ્યાન આપી શકાય છે. આના લક્ષણ પૈકી એક લક્ષણ એ છે કે ભોજન લીધા બાદ પણ જા પેટ ખાલી છે અને એકાએક તીવ્ર ભુખ લાગી જાય તો તે આ બાબતના સંકેત છે કે શરીરને વધારે પ્રમાણમાં ગ્લુકોઝની જરૂર છે. ખરાબ ઉંઘ માટેના કારણમાં હાઇપોગ્લાઇસેમિયા તકલીફ છે. જા રાત્રી ગાળામાં પરસેવો આવે છે. સપના આવે છે. બેચેની થાય છે તો તે તમામ બ્લડ શુગરના લો થવાના સંકેત છે. એકાએક મુડ બદલાઇ જવાની બાબત પણ અથવા તો મુડ સ્વીગ્સ થવાની બાબત પણ લો શુગર લેવલના સંકેત આપે છે.
જા આપને એવુ લાગે છે કે આપના વર્તનમાં એકાએક પરિવર્તન આવી ગયુ છે તો તે લો બ્લડ શુગરના સંકેત છે. એકાએક બેચેની લાગે તો પણ તે આના સંકેત તરીકે છે. તે શરીરમાં ગ્લુકોજની કમીના સૌથી પહેલા અને સામાન્ય લક્ષણ તરીકે રહે છે. કેટલીક વખત જ્યારે વધારે સમય સુધી અમે ભુખ્યા રહીએ છીએ ત્યારે શરીરમાં ગ્લુકોઝનુ લેવલ ખુબ ઓછુ થઇ જાય છે. આવી Âસ્થતીમાં ચક્કર આવવા અને આંખોની સામે થોડાક ક્ષણ માટે અંધારા આવી જવાની બાબત દેખાય છે. શુગરના સોર્સ તરીકે ખાંડ ઉપરાંત અન્ય ચીજા પણ છે. જેને રોજ લેવામાં આવે છે. બેકરી પ્રોડક્ટસ, ડ્રિન્ક્સ , પ્રોસેસ્ડ ફુડ્સમાં પણ શુગરનુ પ્રમાણ જાવા મળે છે. અમેરિકી ડાયાબિટીસ એસોસિએશનના કહેવા મુજબ એક સ્વસ્થ પુરૂષને એક દિવસમાં ૩૭.૫ ગ્રામ અથવા તો નવ ચમચી કરતા વધારે પ્રમાણમાં શુગરનો ઉપયોગ કરવો જાઇએ નહી. સ્વસ્થ મહિલાને એક દિવસમાં ૨૫ ગ્રામ અથવા તો છ ચમચી કરતા વધારે ખાંડનો ઉપયોગ કરવો જાઇએ નહીં. શુગર લો થવાની સ્થિતીમાં આંખની સામે અંધારા આવી જાય છે. આનાથી બચવા માટે જરૂરી છે કે વધારે સમય સુધી ભુખ રાખવામાં ન આવે. લો બ્લડ શુગરની સપાટીને લઇને નિષ્ણાંતો જુદા જુદા અભિપ્રયા આપે છે. ડાયાબિટીસના દર્દીઓને પણ આ તકલીફ વધારે રહે છે. જા કે સામાન્ય સ્વસ્થ વ્યÂક્તને પણ આ તકલીફ હોઇ શકે છે.
ફ્યુઅલ તરીકે ઉપયોગ કરવા માટે જ્યારે શરીરમાં પુરતા પ્રમાણમાં શુગરનુ પ્રમાણ હોતી નથી ત્યારે આ સમસ્યા સર્જાય છે. ડાઇટ, મેડિકેસન અને કસરતના કારણે પણ આ તકલીફ થઇ જાય છે. જા સારવાર સમય પર કરવામાં ન આવે તો કેટલાક ગંભીર પરિણામ આવી શકે છે. ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ થઇ શકે છે. રાત્રી ગાળા દરમિયાન ખરાબ સપના આવે છે. આ પ્રકારની તકલીફ ધરાવનાર વ્યક્ત્તિને વહેલી તકે નિષ્ણાંત તબીબોનો સંપર્ક કરવાની જરૂર હોય છે અને યોગ્ય સારવાર લેવાની જરૂર હોય છે. લો બ્લડ શુગરની સાથે સાથે હાઇ બ્લડ શુગરની સમસ્યા પણ ખતરનાક છે. આમાં પણ દર્દીને સાવધાની રાખીને તબીબોની નિયમિત સલાહ લેવી જાઇએ. શરૂઆતી લક્ષણ દેખાયા બાદ તરત ધ્યાન આપીને સમસ્યાનો નિકાલ લાવવામાં આવે તે જરૂરી છે. આવી તકલીફમાં વ્યક્ત્તિ દુવિધાભરી સ્થિતીમાં પણ કેટલીક વખત નજરે પડી શકે છે. લો બ્લડ શુગરની તકલીફને કેટલાક નિષ્ણાંતો ગંભીર ગણે છે. આના કારણે અન્ય તકલીફ વધી શકે છે.