હાસ્ય કેટલીક બિમારીના ઇલાજ તરીકે છે. આ બાબત તો પહેલા પણ પુરવાર થઇ ચુકી છે. આપણા શરીરની માંસપેશિઓ, આંખ, હાર્ટની માંસપેશિઓને હાસ્યના કારણે આરામ મળે છે. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ દ્વારા કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ખુલીને હંસનાર લોકોની લોહીની ગતિ શરીરમાં વધારે યોગ્ય હોય છે. બ્લડ સર્ક્યુલેશન ખુબ શાનદાર રહે છે. ૧૦ મિનિટ સુધી હસવાથી આપને બે કલાક સુધી પિડાથી રાહત મળે છે. સાથે સાથે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. નિષ્ણાંતો કહે છે કે જે લોકો વધારે હસે છે તે લોકો લાંબા સમય સુધી યુવા દેખાય છે. હસવા માટેના બીજા કેટલાક કારણ રહેલા છે. ફિજિયોથેરાપી નિષ્ણાંત તબીબો કહે છે કે સવારના સમયમાં જો હાસ્ય ધ્યાન યોગ કરવામાં આવે તો દિવસ દરમિયાન પ્રસન્નાતા રહે છે. સ્ફર્તિ પણ રહે છે. જેના કારણે ડાયાબિટીસ, કમરના દુખાવા અને અન્ય બિમારીમાં ફાયદો મળે છે. હસવાથી હાર્ટ પણ સ્વસ્થ રહે છે. લોહી પરિભ્રમણ સુધરે છે.
હસવાની સ્થિતિમાં શરીરમાંથી એન્ડોર્ફિન નામના રસાયણ નિકળે છે. જે હાર્ટને મજબુત કરવામાં ભૂમિકા અદા કરે છે. હસવાથી હાર્ટ અટેકની સંભાવના પણ ઘટી જાય છે. લાફિંગને બેસ્ટ થેરાપી તરીકે એમ જ ગણવામાં આવે છે તેમ નથી.
સ્ટ્રેસમાંથી રાહત અપાવવાની સાથે સાથે ૧૦ મિનિટ સુધી સતત હસવાના કારણે ૨૦થી ૩૦ કેલરી બર્ન થાય છે. એટલે કે દરરોજ એક કલાક હસવામાં આવે તો ૪૦૦ કેલરી બર્ન થાય છે. આવી સ્થિતિમાં જો તમે શરીરના વજનને ઘટાડી દેવામાં લાગેલા છો તો કેલરી બર્ન કરવા માટે હસતા રહેવાની જરૂર હોય છે. કમરની પિડામાં રાહત આપવા માટે હસવાની બાબત શ્રેષ્ઠ વિકલ્પ તરીકે છે. હસવાથી ઓક્સીજન વધારે પ્રમાણમાં મળે છે. ઓક્સીજનની ઉપસ્થિતિમાં કેન્સરવાળી કોશિકા અને અન્ય પ્રકારના હાનિકારક બેક્ટેરિયા અને વાયરસ નષ્ટ થઇ જાય છે. આના કારણે રોગ પ્રતિકારક ક્ષમતા વધી જાય છે. ટેન્સન દુર થઇ જાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ખુશી પેનકિલર જેવું કામ કરે છે. દરેક પ્રકારની પીડાને દૂર રાખવા માટે ખુશી હોવી જરૂરી છે. આરોગ્ય માટે હાસ્ય દવાની જેમ કામ કરે છે. જે રીતે ટેન્શન અથવા તો દુઃખ વ્યક્તિના આરોગ્ય ઉપર નકારાત્મક અસર કરે છે. તેવી જ રીતે હાસ્ય આરોગ્ય ઉપર હકારાત્મક અસર કરે છે. સામાન્ય શબ્દોમાં કહેવામાં આવે તો હાસ્યથી બ્લડમાં વધારો પણ થાય છે.
આ સંબંધમાં થોડાક દિવસ પહેલાં જ એક અભ્યાસ કરવામાં આવ્યા બાદ તબીબો એવા તારણો ઉપર પહોંચ્યા હતા કે હાસ્ય પેન કિલર જેવું કામ કરે છે. હાસ્યથી પીડામાં ઘટાડો થાય છે. આમા એમ પણ જણાવવામાં આવ્યું છે કે આધુનિક સમયમાં ઘણી જગ્યાઓએ લાફ્ટર ક્લબ પણ ચાલી રહી છે. આ ઉપરાંત જુદી જુદી સંસ્થાઓમાં પણ સવારમાં અને રાત્રે વિશેષ પ્રકારનું આયોજન હાસ્ય કાર્યક્રમ સાથે યોજવામાં આવે છે. દિલ ખોલીને હસવાથી ઘણી બિમારીઓ પણ દૂર થાય છે. જો કે અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે હકારાત્મક અસર કઈ રીતે કરે છે તે અંગે કોઈ નક્કર બાબત જાણવા મળી નથી.