ઓછા પ્રમાણમાં ફેટ જરૂરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

દિવસભરની ભાગદોડ બાદ અમારા શરીરની એનર્જી ખતમ થઈ જાય છે. અમે વારંવાર એવી ફરિયાદ કરીએ છીએ કે નવા કામને કરવાની હવે હિંમત રહી નથી. આવી ફરિયાદ વારંવાર કરતા લોકો જોવા મળે છે. આ વાસ્તવિકતા છે કે અમે સામાન્ય રીતે ઘણી લાપરવાહી પણ રાખીએ છીએ. જમવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરીને અમે ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકીએ છીએ. ખાવા પીવાની ચીજવસ્તુઓ સાથે જોડાયેલી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. આના કારણે રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. આરોગ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે સંતુલિત ભોજન ખૂબ જ જરૂરી છે.

શરીરના પોષણ મુજબ ધ્યાન આપવામાં આવે તે ખૂબ મહત્વપૂર્ણ છે. કેટલીક એનર્જીની જરૂર છે તે પણ મહત્વપૂર્ણ છે. બિન જરૂરી આડેધડ ડાઈટીંગ કરવાથી નુકસાન થાય છે. લાંબા સમય સુધી ખાવાની કોઈ ખાસ ચીજથી દૂર રહેવાની બાબત પણ યોગ્ય નથી આનાથી અમારા શરીરમાં એ ચીજવસ્તુથી મળનાર પોષક તત્વોની કમી થઈ જાય છે જેથી સંતુલિત ભોજન ખૂબ જ જરૂરી છે. જરૂર કરતા વધુ પ્રમાણમાં ખાવાથી શરીરને નુકસાન થાય છે. વધુ પ્રમાણમાં ભોજન કરવાથી બચી ગયેલી ચીજવસ્તુ શરીરમાં ફેટના રૂપમાં જમા થાય છે. વધુ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ ખાવાની સ્થિતિમાં પણ યોગ્ય નથી.

ફળ અને શાકભાજી કાર્બોહાઈડ્રેડથી ભરપૂર ચીજવસ્તુ છે. આમા પોષક તત્વોનું પ્રમાણ ખૂબ વધારે રહે છે. આમા ફાઈબરની સાથે સાથે મિનરલ અને વિટામીન પણ ખૂબ વધુ પ્રમાણમાં હોય છે. ભોજનમાં જુદા જુદા રંગના ફળ અને શાકભાજીને આવરી લેવામાં આવે તેવી સલાહ આપવામાં આવી છે. ફાઈબર ખૂબ જ મહત્વપૂર્ણ છે જે હાર્ટ એટેક અને હાર્ટ સાથે સંબંધિત અન્ય બિમારીઓથી બચાવે છે

. ફાઈબર પાચનતંત્રની સ્થિતિને પણ સુધારવામાં પણ ભૂમિકા ભજવે છે. પ્રોટીન પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગ્ય રીતે કસરત કરવા અને યોગ્ય માત્રામાં પોષક તત્વો ભોજનમાં લેવાથી સ્નાયુ મજબૂત બને છે. એક યુવા વ્યક્તિને એક કિલો વજન ઉપર ૦.૮થી ૧ ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે. ખેલાડીઓને વધુ માત્રામાં પ્રોટીનની જરૂર રહે છે.

Share This Article