ઘણીવાર સફાઈ કરવા વપરાતા લીકવીડ, સોપ, ડિટર્જન્ટ વગેરે વધુ પડતા સ્ટ્રોંગ હોવાથી અથવા એસિડબેઝ હોવાથી આપણી વસ્તુ ડેમેજ થવાની શક્યતા વધુ રહે છે. ઘણીવાર વધુ કિમંત ચુકવતા પણ આપણને જોઈએ તેટલી સારી ગુણવત્તા ધરાવતા ક્લીનર મળતાં નથી. આપણે આજે કુદરતી ક્લીનર વિશે વાત કરીશુ જે આપણને ઘણી જગ્યાએ મદદરૂપ થશે.
આપણે નેચરલ ક્લીનીંગ પાવર ધરાવતું લીંબુ વિશે વાત કરીશુ. જેને આપણને માત્ર આહાર તરીકે જ નહિ પરંતુ અનેક ઉપયોગમાં લઇ શકીશુ. લીંબુ એન્ટી બેકટેરીઅલ ગુણધર્મ ધરાવે છે. જે આપણા કિચન,વૉશિંગ મશીન, રેફ્રીઝરેટર વગેરે સ્વચ્છ અને દુર્ગંધમુકત અને કીટાણુમુકત રાખવા મદદ કરશે.
➔ સ્ટેનલેસ સ્ટીલના વાસણ કેજે દાઝી અથવા બળી ગયા હોઈ અને તેના દાગ દૂર કરવા લીંબુ અને નામક વડે સાફ કરવાથી દરેક દાગ અને કાળાશ સરળતાથી દૂર થશે.
➔ કિચન વિન્ડોની ચીકાશ દૂર કરવા લીંબુનો રસ અને વિનેગર મિક્સ કરી તેના વડે કાચ અને આસપાસ દરેક વસ્તુ સ્વચ્છ કરી શકો છો. જે તમારી કિચન વિન્ડો એકદમ ચમકાવશે.
➔ ચોપિંગ બોર્ડ પર લીંબુ ઘસી લો અને તેને એક રાત રહેવા દો. ત્યાર બાદ સવારે પાણીથી સાફ કરી લેવું. તે ચોપિંગ બોર્ડ બેકટેરિયા મુકત કરશે. જો ચોપિંગ બોર્ડ વુડનનું હશે તો વધુ અસરકારક રહેશે. ફ્રીઝમાં અડધુ લીંબુ કાપીને રાખી મુકો.તે ફ્રીઝમાંથી આવતી દુર્ગંધ દૂર કરશે.
➔ વોશિંગ મશીનમાં ડિટર્જન્ટ સાથે એક અથવા બે લીંબુના રસ ઉમેરી કપડાં ધોવા રાખી મુકો. જેથી કપડાં કુદરતી રીતે સ્વચ્છ અને સફેદ કપડાં પર લાગેલ દાગ સરળતાથી દૂર થશે.
ઉપરોક્ત દરેક ટિપ્સ સરળતાથી બેક્ટરિયા દૂર કરવા મદદ કરશે.