આજકાલની છોકરીઓ પોતાની સુંદરતા વિષે સભાન થઇ ગઇ છે. મહિલા હોય કે યંગ ગર્લ પોતાના લૂક અને ફેશનને લઇને સભાન થઇ ગઇ છે. જ્યારે વાત સુંદરતાની આવે ત્યારે તે નાની ભૂલ પણ નથી કરતી. પોતાને છે એના કરતા વધારે કેવી રીતે સુંદર બનાવી શકાય તે માટે તે અથાગ પ્રયત્નો કરતી રહે છે. કઇ ફેશન પોતાના ઉપર સુટ કરે છે અથવા કઇ સ્ટાઇલ પોતાને સુટ નથી કરતી તે બાબતે તેમને કોઇ પાછળ નથી પાડી શકતું.
કોઇ પણ સ્ત્રીની આંખો ઘણુ બધુ કહી દેતી હોય છે. ત્યારે આંખનો મેક-અપ પણ ખુબ સુંદર રીતે કરી જાણતી હોય છે. માનુનીઓની પહેલી પસંદ આઇ લાઇનર હોય છે. બ્લેક કલરની લાઇનરને અલગ અલગ સ્ટાઇલથી લગાવીને યુવતીઓ સુંદર દેખાવાનો પ્રયત્ન કરતી હોય છે. હવે એ સ્ટીરીયોટાઇપ બ્લેકને કરો કિક આઉટ. આજે અમે તમને જણાવીશુ કલર આઇ લાઇનર વિશે.
- બ્લૂ આઇલાઇનર અત્યાર સુધી બ્લૂને ફક્ત મોડેલ જ ઉપયોગમાં લેતી હતી. હવે સામાન્ય યુવતીઓ પણ બ્લૂ કલરની આઇલાઇનરમાં દીપી ઉઠે છે. સો ટ્રાઇ ઇટ આઉટ.
- યેલો આઇલાઇનર– આ ટાઇપની આઇલાઇનર તમને બોલ્ડ લૂક આપશે. અમુક ઓકેઝન પર તમને આ લાઇનર ખુબ જ સુંદર બનાવી દેશે.
- ઓરેન્જ લાઇનર– ઓરેન્જ લાઇનર તમને સુંદરતા અર્પણ કરશે. જેમનો કલર ટોન ડાર્ક હોય તેમણે આ લાઇનર ના લગાવવી.
- વ્હાઇટ લાઇનર – વ્હાઇટ લાઇનર પહેલા પણ છોકરીઓ લગાવતી હતી. હવે વ્હાઇટ ફરી એક વાર ડિમાન્ડમાં છે. બ્લેક એન્ડ વ્હાઇટનુ કોમ્બિનેશન તમારી આંકોની સુંદરતા વધારશે.
જો તમે પણ બ્લેક આઇલાઇનર લગાવીને કંટાળી ગયા છો અને ચેન્જ ઇચ્છો છો તો જલ્દી જ આ લાઇનર્સ ટ્રાઇ ઇટ આઉટ.