ગુજરાતી સાહિત્યના વાચકોવર્ગમાં ‘ભદ્રંભદ્ર’ પાત્ર અને નવલિકા ખૂબ જ લોકપ્રિય રહ્યા છે. આજની નવી પેઢીને ‘ભદ્રંભદ્ર’, ‘અલીડોસો’ અને ‘સાંસાઈ’ જેવા સાહિત્યક વારસાથી રૂબરૂ કરાવવા માટે સર્જન પરિવાર એક નવા જ માળખામાં આવી રહ્યો છે તે છે – ‘માઇક્રોફિક્શન’.
અમદાવાદ ખાતે ચાલી રહેલા ‘ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ’ ખાતે ”માઇક્રોફિક્શન-૨” પુસ્તક વિમોચન ૫ જાન્યુઆરીના રોજ સાંજે ૫ કલાકે કનોરિયા આર્ટ્સ સેન્ટર ખાતે કરવામાં આવશે. ”માઇક્રોફિક્શન-૨” પુસ્તક ‘સર્જન’ નામના વ્હોટ્સએપ ગ્રુપ દ્વારા કરવામાં લખવામાં આવ્યું છે.
માઇક્રોફિક્શન વાર્તા કેવી હોય તે વિશેની માહિતી આપવા ઉદાહરણરૂપે દુનિયાની સૌથી ટૂંકામાં ટૂંકી વાર્તા જોઇએ, જે અર્નેસ્ટ હેમિંગ્વે દ્વારા માત્ર ૬ (છ) શબ્દોમાં લખવામાં આવી છે –
For Sale, Baby Shoes, Never worn.