ગોદરેજ ટાયસન ફૂડ્સ લિમિટેડ (જીટીઈએલ)ની ફ્રોઝન રેડી-ટુ-કૂક પ્રોડક્ટની અગ્રણી બ્રાન્ડ ગોદરેજ યમીઝ દ્વારા સંપૂર્ણ નવું યમીઝ મિલેટ પેટી રજૂ કરાયું છે, જે પ્રિઝર્વેટિવ મુક્ત રેડી-ટુ-કૂક નાસ્કો છે. યમીઝ મિલેટ પેટી ગુજરાતના ગાંધીનગરમાં તાજેતરમાં આયોજિત જી20 ઈન્ડિયા હેલ્થ મિનિસ્ટર્સ મીટ દરમિયાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ) દ્વારા આયોજિત ઈટ રાઈટ મિલેટ એક્સપો ખાતે રજૂ કરાયું હતું.
ગોદરેજ યમીઝ દ્વારા નાવીન્યપૂર્ણ સ્નેક વિકલ્પ તરીકે મિલેટ પેટી વિકસાવવામાં આવ્યું છે. તે મિલેટની સારપથી તૈયાર કરાયું છે, જેમાં જુવાર (સોરગમ) અને બાજરા (પર્લ મિલેટ)નો સમાવેશ થાય છે. ગોદરેજ યમીઝ મિલેટ પેટી ઈન્ડિવિજ્યુઅલ ક્વિક ફ્રીઝ (આઈક્યુએફ) ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવાયેલું યમી, ક્રિસ્પી અને ટેસ્ટી સ્નેક, જે તેને કોઈ પણ પ્રિઝર્વેટિવ્ઝનો ઉપયોગ વિના તાજું રાખે છે. હર્બ્સ અને મસાલાઓના સ્વાદિષ્ટ મિશ્રણ સાથે સંમિશ્રિત મિલેટના હાઈ ફાઈબર કન્ટેન્ટ અને વિટામિન્સ સાથે આ પેટી સ્નેકિંગને આનંદદાયક તેમ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક પણ બનાવે છે.
2023નું વર્ષ ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે ઊજવવામાં આવી રહ્યું છે ત્યારે યમીઝ દ્વારા સુપર ગ્રેનને પ્રમોટ કરવા માટે આ મિલેટ પેટી રજૂ કરાયા છે. ગોદરેજ યમીઝની આ રેડી-ટુ-કૂક પ્રોડકટ મિલેટ્સને મુખ્ય પ્રવાહમાં લાવવાના અને અસલી ઘર કા ફાસ્ટ ફૂડ જેવા દરેક ઘરમાં ખાદ્યપદાર્થનો હિસ્સો બનાવવાના સરકારના ધ્યેયને ટેકો આપે છે.
નવી પ્રોડક્ટ વિશે બોલતાં ગોદરેજ ટાયસન ફૂડ્સ લિમિટેડ (જીટીએફએલ)ના સીઈઓ અભય પાર્ણેકરે જણાવ્યું હતું કે, “આજે અમે ગુજરાત તેમ જ ભારતના બાકી ભાકોમાં યમીઝ મિલેટ પેટની અમારી લાઈન-અપમાં નવો ઉમેરો કરવામાં ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ ત્યારે ગોદરેજ યમીઝ માટે આ રોમાંચક સિદ્ધિ છે. આ પ્રિઝર્વેટિવ મુક્ત, રેડી-ટુ-કૂક ઉત્તમ સ્વાદ આપતું સ્નેક છે, જે નાવીન્યતા, પોષણ અને સુવિધા પ્રત્યે અમારી કટિબદ્ધતા આલેખિત કરે છે. અમે દરેક ઘર મિલેટ્સની સારપને અપનાવવા ભાર આપી રહ્યા છે, જેથી આપણે બધાને ભાવે તે હૃદયસ્પર્શી અને ઝડપી ખાદ્યમાં તેને ફેરવવા ભાર આપી રહ્યા છીએ, જે આ નવી ઓફર ગોદરેજ યમીઝ ખાતે અમારા ધ્યેય સાથે અનુકૂળ રીતે સુમેળ સાધે છે. તે ઘર કા ફાસ્ટ ફૂડનું ખરા અર્થમાં દ્યોતક છે.’”
તેમણે એમ પણ જણાવ્યું કે, “યમીઝ મિલેટ પેટી સાથે અમારું લક્ષ્ય સતર્ક પસંદગીઓ અને સ્વાદિષ્ટ ફ્લેવર્સ વચ્ચેનું અંતર દૂર કરવાનું છે, જેથી પોષણ સાથે ક્યારેય બાંધછોડ નહીં રાખી શકાય તેની ખાતરી રહેશે. અમને જી20 ડેપ્યુટીઝ એન્ડ હેલ્થ મિનિસ્ટર્સ મીટની સાઈડલાઈન્સ પર યોજાનારા મિલેટ મેળાના ભાગરૂપ ગુજરાતમાં મિલેટ પેટી રજૂ કરવામાં વિશેષાધિકાર લાગણી થાય છે. અમે ધારીએ છીએ કે ખાસ કરીને ઉત્તમ સ્વાદિષ્ટ શાકાહારી નાસ્તાના વિકલ્પો જોતા ગુજરાતમાં યમીઝ મિલેટ પેટ માટે માગણી વધશે.”
મિલેટ મેળામાં ગોદરેજ યમીઝે જી20 હેલ્થ મિનિસ્ટર્સ મીટમાં હાજરી આપનારા મહેમાનો માટે ખાસ મિલેટ પેટી પ્રદર્શિત કરી છે. મિલેટ પેટી નાવીન્યપૂર્ણ અને સ્વાદિષ્ટ નાસ્તાના વિકલ્પો વિકસાવવાના ગોદરેજ ટાયસનના હાલના પ્રયાસોનો દાખલો છે.
ગોદરેજ યમીઝ મિલેટ પેટી ઉત્કૃષ્ટ ગુણવત્તાની સામગ્રીઓથી બનાવાઈ છે અને રેટી-ટુ-કૂક છે. તે ડીપ-ફ્રાય, એર-ફ્રાય અથવા શેલો-ફ્રાય કરીને ગરમાગરમ પીરસી શકાય છે. આ પ્રોડક્ટ હવે રૂ. 180ની એમઆરપીમાં 370 ગ્રામ (10 નંગ)ના પેકમાં ઓનલાઈન અને ઓફફલાઈન રિટેઈલ આઉટલેટ્સમાં ઉપલબ્ધ છે.