નવા યુગની શિક્ષણ કેન્દ્રિત એનબીએફસી અવંસ ફાઈનાન્શિયલ સર્વિસીસ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા માટે ઉચ્ચ શિક્ષણ લેવા માગતી મહિલાઓ માટે શૈક્ષણિક લોન પર વિશેષ ઓફરની ઘોષણા કરવામાં આવી છે. મહિલાઓને કોઈ પણ કોર્સમાં અને તેમની પસંદગીની યુનિવર્સિટીમાં તેમનું ઉચ્ચ શિક્ષણ લેવા પ્રોત્સાહન આપવા અવંસ દ્વારા ખાસ ઓફર રજૂ કરવામાં આવી છે, જેમાં સંસ્થા મહિલા અરજદારો માટે લોન પુનઃચુકવણી માળખામાંથી છેલ્લા આઠ ઈએમઆઈ માફ કરવામાં આવશે.
આ વિશેષ ઓફર 8 માર્ચ અને 8 એપ્રિલ, 2022 વચ્ચે મહિલા ઋણદારોને મંજૂર શૈક્ષણિક લોન પર મળશે. તે ભારત અને વિદેશમાં પણ ઉચ્ચ શિક્ષણ કાર્યક્રમો માટે લાગુ થશે.
મહિલા અરજદારોને આ અજોડ ઓફરથી કઈ રીતે લાભ થઈ શકે તેનું ઝડપી દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. જો મહિલા ઉચ્ચ શિક્ષણ ઈચ્છુકો આ ઓફર હેઠળ 11 ટકાના વ્યાજ દર અને 15 વર્ષની મુદત માટે રૂ. 50 લાખની શૈક્ષણિક લોન માટે અરજી કરે તો અરજદારને એકંદર પુનઃચુકવણીની રકમમાંથી રૂ. 4.54 લાખની માફીનો લાભ મળશે.
આ પહેલ વિશે બોલતાં અવાંસ ફાઈનાન્શિયલ સર્વિસીસના એમડી અને સીઈઓ અમિત ગાઈંડાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા અને સ્ત્રીત્વની શક્તિને સલામી આપવા માટે અમે મહિલા ઉચ્ચ શિક્ષણ ઈચ્છુકો માટે ખાસ આ વિશેષ ઓફર તૈયાર કરી છે, જેથી તેઓ કોઈ પણ મર્યાદા વિના શિક્ષણ પ્રાપ્ત કરી શકે. વિદ્યાર્થીલક્ષી સંસ્થા તરીકે અમે હંમેશાં પાત્ર ભારતીય વિદ્યાર્થીઓ તેમનાં શૈક્ષણિક સપનાં સાકાર કરી શકે તે માટે ફાઈનાન્સિંગ સોલ્યુશન્સ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
તેમણે ઉમેર્યું કે અમે માનીએ છીએ કે સમાવેશક વૃદ્ધિ સફળતા હાંસલ કરવાની ચાવી છે. જો આપણે વિકાસ પ્રક્રિયામાં ઈક્વિટીનું મહત્ત્વ સમજીએ તો જ આ શક્ય બનશે. આ સચ્ચાઈને ધ્યાનમાં રાખીવે વધુ મહિલા ઈચ્છુકોને તેમનાં શૈક્ષણિક સપનાં સાકાર કરવા અભિમુખ બનાવવા પદ્ધતિસર યોગદાન આપવાની અમે ખતારી રાખવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.
શિક્ષણ ક્ષેત્ર વર્ષોનાં વહાણાં વીતવા સાથે સતત ઉત્ક્રાંતિ પામી રહ્યું છે. અવંસ ફાઈનાન્શિયલ સર્વિસીસ ભારતમાં શિક્ષણ અને શૈક્ષણિક ફાઈનાન્સિંગનું લોકશાહીકરણ કરવા માટે કટિબદ્ધ છે. સંસ્થાએ 50થી વધુ દેશોમાં 15,000થી વધુ સંસ્થાઓ અને કોર્સમાં 2 લાખથી વધુ શૈક્ષણિક ઈચ્છુકોનાં શૈક્ષણિક સપનાં સાકાર કર્યાં છે. તેણે 1 હજારથી વધુ શૈક્ષણિક સંસ્થાઓના લગભગ 5-6 લાખ વિદ્યાર્થીઓને પહોંચી વળવા માટે વૃદ્ધિ અને કાર્યશીલ મૂડી પણ પૂરી પાડી છે.