તાજેતરમાં કોંગ્રેસના નેતૃત્વથી નારાજ થઇને રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને શહેર કોંગ્રેસના અધ્યક્ષ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજીનમું આપ્યું હતું જેના પડઘા હાજી શાંત થયા નથી ત્યારે આજે પક્ષથી નારાજ એવા કોંગ્રેસના પીઢ નેતા તેમજ કોળી આગેવાન એવા જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે.
તેઓએ આજે સવારે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસ્થાને મુલાકાત લઈને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. આ રાજીનામાં બાદ ગુજરાત કોંગ્રેસમાં સન્નાટો છવાઈ ગયો છે. છેલ્લા કેટલાય દિવસથી કુંવરજી બાવળીયા નારાજ ચાલી રહ્યા હતા અને તેમને મનાવવા માટે કોંગ્રેસના મોટા નેતાઓ કામે લાગ્યા હતા, પરંતુ કુંવરજી બાવળીયાએ પોતાનું મન બનાવી જ લીધું હોય તેમ કોંગ્રેસથી છેડો ફાડી નાખ્યો છે.
કુંવરજી બાવળીયા રાજીનામુ આપ્યા બાદ ગાંધીનગરમાં ભાજપની સી.એમ. ઓફિસ ખાતે ગયા હતા અને ત્યાં જઈને સી.એમ. વિજય રૂપની સાથે મિટિંગ કરી હતી ત્યાર બાદ તેઓ BJPમાં જોડાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અમદાવાદ આવ્યા હતા, ત્યારે પણ કુંવરજી બાવળીયા તેમને મળવા માટે નહોતા આવ્યા.