રસોઇ કરવી એક કળા છે. તે દરેક માટે સહેલું નથી જેટલું અગત્યનું રસોઇ બનાવવું છે તેટલું જ અગત્યનું રસોડાની નાની મોટી વસ્તુઓની જાળવણી કરવી અને રાંધેલા ખોરાકને યોગ્ય સમય સુધી સાચવી રાખવું છે. તેથી અહીં તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જે તમને કિચનમાં મદદરૂપ થઇ શકે.
- પુલાવ બનાવતી વખતે ચોખા અડધા ચડી જાય ત્યારે એક ચમચી ખાંડ નાખી દો. પુલાવનો એક-એક દાણો છૂટો પડશે અને સુગંધ પણ સરસ આવશે
- નવશેકા દૂધમાં મેળવણ નાંખી એમાં એક લાલ મરચું મૂકી દો. દહીં બે કલાકથી પણ ઓછા સમયમાં તૈયાર થઇ જશે.
- નુડલ્સને બાફી લીધા બાદ તેમાં ઠંડુ પાણી નાખવામાં આવે તો નુડલ્સ એકબીજા સાથે ચોંટશે નહીં.
- ટામેટાંના સૂપમાં એક ચમચી લીંબુનો રસ મિક્ષ કરવાથી સૂપનો સ્વાદ વધુ સારો લાગશે.
- બે ગ્લાસ ચોંટી ગયા હોય તો તેને થોડીવાર ફ્રિઝમાં રાખીને પછી જુદા પાડશો તો તરત જ જુદા થઇ જશે.
- રસોડું સાફ કરતી વખતે પાણીમાં વિનેગરના બે ટીપાં નાખો અને તેનાથી પ્લેટફોર્મ સાફ કરો.