ઓરા એકેડેમી દ્વારા યોજાયેલ કિડ્ઝ ફેશન શૉ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સુરત:  ઓરા એકેડેમી દ્વારા પોતાના વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ મળી રહે તે માટે કિડ્ઝ ફેશન શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટેની તૈયારીઓ ત્રણ મહિના પહેલા શરૂ કરાઈ હતી અને 1200 બાળકોના ઓડિશન લેવામાં આવ્યા હતા. આ પૈકી 200 બાળકો વચ્ચે સેમી ફાઈનલ અને આ પૈકી બોયઝ કેટેગરીમાં વિજેતા બનેલા 30 બાળકો અને ગર્લ્સ કેટેગરીમાં વિજેતા બનેલી 30 બાળકીઓ વચ્ચે ફાઈનલ યોજાઈ હતી.

WhatsApp Image 2019 08 13 at 10.41.12 AM WhatsApp Image 2019 08 13 at 10.41.19 AM 1

WhatsApp Image 2019 08 13 at 10.41.18 AM

પરવત પાટિયા ખાતેના અમેઝીયાના લાકાસા લૂસીડો ખાતે આ ફેશનનું આયોજન કરાયું હતું, જેમાં બાળકોએ એકેડેમીના 52 વિદ્યાર્થીઓએ 9 અલગ અલગ થીમ પર ડિઝાઈન કરેલા ગારમેન્ટ્સ પહેરીને રેમ્પ વૉક કર્યું હતું. જ્યુરી તરીકે ઢોલીવુડ એક્ટ્રેસ ગોકુળ બારૈયા, સોશ્યાલીસ્ટ રૂપલ શાહ, નયના સાવલિયા અને મિસ્ટર ગુજરાત સાહીલ અરોરા ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article