ગુજરાતી પદ્ય પ્રેમ સાથે સંકળાયેલા સાહિત્યક રસિકો માટે ખૂબ જ આનંદના સમચાર છે. સૌરાષ્ટ્રની ધરતી પર ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના ઉપક્રમે શબ્દયાત્રા એટલે કે કવિ સંમેલનનું આયોજન થવા જઇ રહ્યું છે.
આ શબ્દયાત્રાનું આયોજન તારીખ ૧૮ માર્ચના રોજ રવિવારે લાઠી ખાતે કરવામાં આવેલ છે. આ કવિસંમેલનમાં ગુજરાતના નામી કવિઓ પોતાની રચનાઓ રજૂ કરશે. શબ્દયાત્રાના ઉદ્ઘાટક તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા ઉપસ્થિત રહેશે.
જે કવિઓ પોતાની રચનાઓ રજૂ કરશે, તેમાં રાજેન્દ્ર શુક્લ, મુસાફિર પાલનપુરી, હર્ષદ ચંદારાણા, હરજીવન દાફદા, રાજ લખતરવી, હિમલ પંડ્યા,, ઘનશ્યામસિંહ રાઠોડ, કેતન કાનપરિયા, નઇમ શેખ, પારુલ ખખ્ખર, હાર્દિક વ્યાસ અને પરેશ મહેતાનો સમાવેશ થાય છે. આ કવિ સંમેલનનું સંચાલન જાણીતા કવિ ચિરાગ ભટ્ટ દ્વારા કરવામાં આવશે.
તો આ શબ્દયાત્રાનું સાક્ષી બની રહેલ લાઠી ખાતે યોજાઇ રહેલ કવિ સંમેલનનો લાહવો માણવો સાહિત્ય રસિકો માટે અત્યંત અમૂલ્ય અને અવિસ્મરણીય બની રહેશે.
આ કવિ સંમેલન ૧૮મી માર્ચે, રવિવારના રોજ સાંજે ૪.૩૦ કલાકે લાઠી ખાતે તાલુકાશાળા, મામલતદાર ઓફિસ પાસે આયોજીત થવા જવા રહ્યું છે.