દરેક ક્ષેત્રમાં પોતાની કુશળતાના કારણે આજે નવી નવી ઉંચાઇ પર મહિલાઓ પહોંચી રહી છે. એક પછી એક મોટી સિદ્ધીઓ મહિલાઓ હાંસલ કરી રહી છે. આવી સ્થિતીમાં હાલમાં જારી કરવામાં આવેલા એક સર્વેક્ષણના કારણે કેટલાક પ્રશ્નો આર્થિક વિસ્તાર પર ઉઠે તે સ્વાભાવિક છે. આજે ભારતીય મહિલાઓ કાર્યક્ષેત્રના સ્થળ પર રહેલા તમામ પ્રકારના પડકારોનો જવાબ આપીને તેમની જવાબદારી શાનદાર રીતે અદા કરી રહી છે. પોતાના કામને ઇમાનદારી સાથે પૂર્ણ કરી રહી છે. છતાં કામકાજી મહિલાઓની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. કામકાજી મહિલાઓની સંખ્યામાં સતત ઘટાડો કેમ થઇ રહ્યો છે તે પ્રશ્ન પણ તમામ જાણકાર લોકોને હવે સતાવી રહ્યો છે.
કામકાજી મહિલાઓની સંખ્યામાં ઘટાડો થવાના કારણે ભારતના મજબુત આર્થિક વિસ્તાર પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. કામકાજી મહિલાઓની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે તો ર્ષ ૨૦૦૫-૦૬માં કામકાજી મહિલાઓની સંખ્યા ૩૬ ટકા હતી. જે વર્ષ ૨૦૧૫-૧૬માં ઘટીને ૨૪ ટકા થઇ છે. આર્થિક સર્વેક્ષણ ૨૦૧૮ના આંકડામાં દાવો કરવામાં આવ્યો છે કે મહિલાઓમાં સાક્ષરતાનો દર વર્ષ ૨૦૦૫-૦૬માં ૫૦.૮ ટકા હતો. જે હવે ૬૨.૯ ટકા થઇ ગયો છે. એટલે કે છેલ્લા ૧૦ વર્ષના ગાળામાં મહિલાઓની રોજગારીમાં ૧૨ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. સાથે સાથે સાક્ષરતા દરમાં આશરે ૧૨ ટકાનો વધારો થયો છે. વર્લ્ડ બેંકના રિપોર્ટમાં આ મુજબની વાત કરવામાં આવી છે. મોટી મોટી પરીક્ષાઓને પાસ કરનાર મહિલાઓ જ્યારે પણ તેમના કેરિયરે બનાવવા માટે આગળ વધે છે ત્યારે સામાજિક અને પારિવારિક જવાબદારી તેને પાછળ ખેંચે છે. કેટલીક વખત તો ભાવનાત્મક રીતે પણ બ્લેકમેલ કરીને પરિવાર જ તેને ઘરમાં બેસવા માટે મજબુર કરે છે.જાણકાર લોકો છે કે મહિલાઓ અને યુવતિઓની ભૂમિકા આજના સમયમાં ચોક્કસપણે બદલાઇ રહી છે પરંતુ વિચારધારા લોકોની અને પરિવારની હજુ બદલાઇ રહી નથી. આ બાબતને નકારી શકાય નહી કે આજની મહિલાની ભૂમિકા બદલી છે. તેને નિર્ણાય નિર્ણય લેવા માટેના હોદ્દા પર બેસાડી દેવા માટે પણ કોઇ ખચકાટ નથી. પોતાની બદલાઇ રહેલી ભૂમિકાને મહિલાઓ શાનદાર રીતે અદા કરી રહી છે.
મહિલાઓ તેમની બદલાઇ રહેલી ભૂમિકાને સંભાળી લેવાની સાથે સાથે સમાજ અને પરિવારની કાળજી લેવાને લઇને પણ કટિબદ્ધ રહી છે. તે પોતાની નવી ભૂમિકામાં જારદાર રીતે તાલમેળ બેસાડી દેવા માટે કટિબદ્ધ છે. જા કે સમાજની વિચારધારાના કારણે તેમની સામે કેટલીક અડચણો આવે છે. આ જ કારણસર તમામ પ્રકારની કુશળતા હોવા છતાં કામકાજી મહિલાઓની સંખ્યા નોકરીના ક્ષેત્રમાં સતત ઘટી રહી છે. સમાજ અને પરિવારની વિચારધારાને બદલી નાંખવા માટેની જરૂર છે. આ મહિલાઓને મોટા પાયે પારિવારિક ભૂમિકા અદા કરવા અને માતા બનવા માટેની કિંમત ચુકવવી પડી રહી છે. આના માટે કેટલા હદ સુધી કોર્પોરેટ કલ્ચર પણ જવાબદાર છે. સાથે સાથે સામાજિક માળખુ પણ જવાબદાર છે. જેમાં બાંધછોડ માત્ર મહિલાઓને કરવી પડે છે. જાવામાં આવે તો તેમની પાસે આશા એ રાખવામાં આવે છે કે તેવી પણ ચીજા હોય તેને માત્ર વ્યવસ્થિત કરવા પર ધ્યાન આપે. આના માટે તેને ભલે કેરિયરને પણ દાવમાં લગાવી દેવામાં આવે તો પણ લગાવી દે.
પોતાના સપનાના પંખને કાપી દેવાની જરૂર હોય તો તે પણ કરે તે હદ સુધી મહિલાઓને બાંધછોડ કરવાની ફરજ પાડવામાં આવે છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે ૭૩ ટકા મહિલાઓ તો માતા બનવાની સાથે જ નોકરી છોડી દે છે. આ તમામ બાબતો આજે એવા સમય પર થઇ રહી છે જ્યારે મહલાઓ ઝડપથી શિક્ષિત બની રહી છે. કેટલાક ટકા પુરૂષો મહિલાઓની મદદ પણ કરી રહ્યા છે. સાથે સાથે જીવનશેલીની જરૂરિયાતને પણ મહિલાઓને નોકરીની જરૂરિયાતને એક મર્યાદામાં લાવી દેવામાં ભૂમિકા અદા કરી છે. સંયુક્ત પરિવાર આજે આધુનિક સમયમાં તુટી રહ્યા છે. પુરૂષો માટે ઘરના દાઇત્વને એકલા હાથ અદા કરવા માટેની બાબત પણ મુશ્કેલરૂપ બની રહી છે. આવી સ્થિતીમાં પણ મહિલાઓ નોકરી છોડી રહી છે. રિપોર્ટ મુજબ જુદા જુદા કારણોસર મહિલાઓને નોકરી છોડવાની ફરજ પડી રહી છે. જેમાં સામાજિક કારણ પણ છે. સામાજિક સહાયતા પણ મળી રહી નથી તે પણ એક કારણ છે. તમામ પાસા પર ગંભીરતાપૂર્વક ધ્યાન આપવાની જરૂર છે.