અમદાવાદઃ ભારતની અગ્રણી સિમેન્ટ કંપની જેકે સિમેન્ટ અમદાવાદમાં ૨૮મી જુલાઈએ ૨૭મા આર્કિટેક્ટ ઓફ ધ યર એવોર્ડ (એવાયએ) – ૨૦૧૮નું આયોજન કરશે. આ પ્રતિષ્ઠિત ઍવોર્ડ જેકે સિમેન્ટની વાર્ષિક ફ્લેગશિપ ઈવેન્ટ છે અને તેનો આશય સમગ્ર વિશ્વમાં આર્કિટેક્ટના
ક્ષેત્રની અસાધારણ પ્રતિભાઓને રીવોર્ડ આપવાનો અને પ્રોત્સાહન આપવાનો છે.
આ વર્ષે રીવોલ્વિંગ કેટેગરી ધાર્મિક આર્કિટેક્ચરની છે, જેનો આશય છેલ્લા કેટલાક વર્ષોમાં બનેલી પવિત્ર ડિઝાઈન્સના બાંધકામને ઓળખ આપવાનો છે.
આર્કિટેક્ટ ઓફ ધ યર, આર્કિટેક્ટ સ્ટૂડન્ટ ઓફ ધ યર, યંગ આર્કિટેક્ટ એવોર્ડ, ફોરેન કન્ટ્રીઝ આર્કિટેક્ટ એવોર્ડ અને ગ્રીન આર્કિટેક્ટચર એવોર્ડ એવાયએની કેટલીક પ્રતિષ્ઠિત કેટેગરી છે. એવોર્ડ માટેના જ્યુરીમાં ભારતીય આર્કિટેક્ટ ક્ષેત્રના પ્રખ્યાત નામોનો સમાવેશ થાય છે.
બી.વી. દોશી સૌથી વધુ આઈકોનિક ભારતીય આર્કિટેક્ટ અને પ્રિત્ઝકર આર્કિટેક્ચર એવોર્ડ વિજેતા આ એવોર્ડ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકેનું પદ શોભાવશે. આ સમારંભમાં બી.વી. દોશી અને અન્ય વરિષ્ઠ આર્કિટેક્ટ્સ વચ્ચે એક પેનલ ડિસ્કશન થશે. જેમાં તેઓ ‘ફ્યુચર ઓફ આર્કિટેક્ટ – આર્કિટેક્ચરલ મૂલ્યો અને સંભાવના’ઓ પર તેમનો દૃષ્ટિકોણ રજૂ કરશે.
એવાયએની સફળતા અંગે વાત કરતાં જેકે સિમેન્ટ લિ.ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર યદુપતિ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, ‘અત્યાર સુધીમાં અમે અદ્ભૂત પ્રવાસ કર્યો છે અને અમને ગર્વ છે કે એવાયએએ શ્રેષ્ઠતમ સ્થાપત્યોને પ્રોત્સાહન આપવાનો વારસો ઊભો કર્યો છે. ૨૫ વર્ષથી વધુ સમય પહેલાં શરૂ થયેલી એવાયએ સમારંભ અદ્ભૂત રીતે સફળ રહ્યો છે અને તેણે આર્કિટેક્ટ ક્ષેત્રમાં ખૂબ જ સન્માનનિય સ્થાન મેળવ્યું છે. હું ઍવોર્ડ માટેના બધા જ ઉમેદવારોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને તેમને શુભેચ્છાઓ પાઠવું છું.’
પ્રતિષ્ઠિત એવાયએ એવોર્ડ્સમાં આર્કિટેક્ટ વિશ્વના પ્રતિષ્ઠિત નામો હાજરી આપે છે અને અગ્રણી આર્કિટેક્સ વર્ષ દરમિયાન ખૂબ જ આતુરતાપૂર્વક આ સમારંભની રાહ જૂએ છે. આ વર્ષે જ્યુરીને સમગ્ર ભારતમાંથી તેમજ બાંગ્લાદેશ, ભુટાન, કેન્યા, માલદિવ્સ, મોરેશિયસ અને કેટલાક અન્ય દેશો સહિત પડોશી દેશોમાંથી ૨૧૨થી વધુ એન્ટ્રીસ મળી છે.
જેકે સિમેન્ટ લિ.ના એડમિનિસ્ટ્રેટર (એવાયએ) અને સલાહકાર એમ.પી. રાવલે જણાવ્યું હતું કે, ‘એવોર્ડ માટે મળેલી એન્ટ્રીઓ અને ગુણવત્તાપૂર્ણ નોમિનેશનથી અમે ખરેખર અભિભૂત થઈ ગયા છીએ. આ એવોર્ડ સમારંભમાં દેશ તેમજ પડોશી દેશોના વિવિધ ભાગોમાંથી સ્થાપિત અને યુવા આશાસ્પદો એમ દરેક વય જૂથમાંથી ભાગીદારી આવી છે. આર્કિટેક્ટ કોમ્યુનિટી દ્વારા કરવામાં આવેલા અસાધારણ કામને ઓળખ આપવા માટેનું પ્લેટફોર્મ ઊભું કરવાનો અમને ગર્વ છે.’