જેસીબી કંપની દેશમાં પોતાની ઉત્પાદન પ્રક્રિયાના 40 વર્ષની ઉજવણી કરવા સજ્જ છે ત્યારે ભારતમાં નવા પ્લાન્ટમાં રૂ. 650 કરોડનું રોકાણ કરશે.
નવી ફેક્ટરી ગુજરાત રાજ્યના વડોદરામાં સ્થિત હશે અને કંપની વધી રહેલી માગને સંતોષવા કમર કસી રહી હોવાથી વૈશ્વિક પ્રોડક્શન લાઇનના પાર્ટસનું ઉત્પાદન કરશે.
જેસીબીના ચેરમેન લોર્ડ બામફોર્ડે આ નવા પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો, જે ભારતમાં 6ઠ્ઠો પ્લાન્ટ હશે – ભારત 2007થી જેસીબી માટે સૌથી મોટુ બજાર રહ્યું છે. આગામી વર્ષના અંત સુધીમાં તૈયાર થનારી ઉટ્ટોક્સેટર, સ્ટાફોર્ડશાયર, યુકેમાં જેસીબી મશિન માટેના કેબ્સ તૈયાર કરવા માટે નવી £50 મિલીયનના ખર્ચે ઊભી થનાર ફેક્ટરીના કાર્યના શુભારંભના પગલે આ જાહેરાત કરવામાં આવી છે.
લોર્ડ બામફોર્ડે જણાવ્યું હતું કે: “ઉત્પાદન ક્ષમતામાં યુકે અને ભારતમાં ભારે રોકાણ સાથે અમે ભવિષ્યમાં અમારા કારોબારને વિકસાવવા માટે યોગ્ય સ્થિતિમાં છીએ. ચાલુ વર્ષે અમે જેસીબી ઇન્ડિયાના 40 વર્ષની ઉજવણી કરીએ છીએ અને ચાર દાયકાની અમારી સફળતા અમારા સતત રોકાણમાં પરિણમી છે. અમે ફેક્ટરીમાં રોકાણ સાથે અમારી 40મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ જે અમને મોટી માત્રામાં ઉત્પાદન ક્ષમતા પૂરી પાડે છે.”
જેસીબી ઇન્ડિયા પહેલેથી જ દિલ્હી, પૂણે અને જયપુરમાં ફેક્ટરીઓ ધરાવે છે. વડોદરાના હાલોલ-II ખાતેની 44 એકરની જમીનમાં ફેલાયેલી આ નવી ફેક્ટરીમાં આગામી વર્ષે ઉત્પાદન શરૂ થશે. તેમાં અત્યંત અદ્યતન લેસર કટીંગ, વેલ્ડિંગ અને મશિનીંગ ક્ષમતાનો સમાવેશ થશે અને તે ફોર્ક લિફ્ટ મુક્ત પરેશન રહેશે. તે વાર્ષિક 85,000 ટન સ્ટીલનું પ્રોસેસિંગ કરવા સક્ષમ બનશે.
જેસીબી ઇન્ડિયાના એમડી અને સીઇ વિપીન સોઢીએ જણાવ્યું હતું કે: “આ નવી ફેક્ટરી જેસીબીની વિશ્વમાં આવેલી અનેક ફેક્ટરીઓ માટે એન્જિનીયર્ડ કોમ્પોનન્ટસ અને સબ એસેમ્બલીનું ઉત્પાદન કરશે. તે હાલમાં ભારતમાં આવેલા અમારા પ્લાન્ટની ક્ષમતામાં ઉમેરો કરશે. વડોદરા સુરત પોર્ટની અને અમારા અગત્યના સપ્લાયર્સની નજીક આવેલું હોવાથી વધારાનો લાભ પૂરો પાડશે.