જસદણ : ગુજરાતમાં જસદણ વિધાનસભા પેટાચૂંટણી માટે આજે સવારે મતદાનની શરૂઆત થઇ હતી. તમામ મતદાન કેન્દ્ર પર મતદારો તેમના મતાધિકારન ઉપયોગ કરવા માટે ઉત્સુક દેખાયા હતા.જસદણ વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાનની સાથે સાથે નીચે મુજબ છે
- તમામ મતદાન કેન્દ્ર પર મતદારો તેમના મતાધિકારન ઉપયોગ કરવા માટે ઉત્સુક દેખાયા હતા
- જસદણમાં કુલ આઠ ઉમેદવારોના ભાવિ આજે મતદાન શરૂ થતાની સાથે જ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા
- મતદાન શરૂ થતાની સાથે જ તેમના ભાવિ પણ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા
- આ વખતે ૧૬૬૨ ઉમેદવારો પહેલી વખત મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. તમામ મતદાન કેન્દ્રો પર ૧૧૪૦ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે
- નરેન્દ્ર મોદીના વતન રાજ્ય ગુજરાતમાં જસદણની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો વિષય
- કોળી અને પાટીદારો મતદારોની સંખ્યા સૌથી વધારે હોવાથી ભાજપની કસોટી
- ભાજપ સરકારથી પાટાદીર સમુદાયના લોકો હાલમાં નાખુશ દેખાઇ રહ્યા છે
- પાટીદાર અનામત આંદોલન અને અન્ય મુદ્દા પર પાટીદાર સમુદાયના લોકો નિરાશ થયેલા છે
- સરકારે તમામ પ્રકારની ખાતરી આપી હોવા છતાં અને તેમના હિતમાં પગલા લેવામાં આવ્યા હોવા છતાં પાટીદારો સંપૂર્ણ સંતુષ્ટ નથી
- આજે મતદાન થયા બાદ ૨૩મીએ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે.
- મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે પણ આ ચૂંટણી ઉપયોગી બની છે. ભાજપે એક સમયના કોંગ્રેસી નેતા કુંવરજી બાવળિયાને પક્ષ પલટો કરાવીને કેબિનેટ મંત્રી પદ સાથે ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે
- કુલ ૨૩૨૧૧૬ મતદારો તમામ ઉમેદવારોના ભાવિનો ફેસલો કરવા સવારે મતદાન કરવા માટે બહાર નિકળ્યા
- સવારે આઠ વાગે મતદાન શરૂ થયા બાદ સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થનાર છે. કોંગ્રેસ પાર્ટીએ જિલ્લા પંચાયતના સભ્ય અવસરભાઇ નાકિયાને મેદાનમાં ઉતારી દીધા છે
- તમામ ૨૬૨ બુથ પર તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે