શુ તમે ઘરને ખુબસુરત બનાવવામાં રસ ધરાવો છો ? શુ તમને ડિઝાઇન, રંગ જેવી બાબતોમાં સમજ છે ? જો તમારો જવાબ હામાં છે તો આ કામને કરીને પણ શાનદાર કેરિયર બનાવી શકાય છે. તમે બીજા માટે ખુબસુરત ઘર બનાવીને પણ જંગી નાણાં કમાવી શકો છો. આના માટે માત્ર બે ચીજાની જરૂર હોય છે. પહેલી તમારી પોતાની ક્રિએટિવિટી અને બીજી ઇન્ટિરિયર ડિઝાઇનિંગને લઇને નોલેજ. વર્તમાન સમયમાં ઇન્ટિરિયર આર્કિટેકચર ક્ષેત્ર ખુબ શાનદાર કેરિયર ઓપ્શન તરીકે ઉભરી આવતા તેને લઇને કેટલીક બાબતો યુવાનોમાં ઉત્સુકતા જગાવી રહી છે. તમે આ ક્ષેત્રમાં ખુબ શાનદાર કેરિયર બનાવી શકો છો. ઇન્ટિરિયર આર્કિટેકચરમાં ઇન્ટિરિયર ડિઝાઇન અને આર્કિટેક્ચરને મિક્સ કરીને અભ્યાસ કરાવવામાં આવે છે. આપે ઇન્ટિરિયર ડિઝાઇન અંગે સાંભળ્યુ હશે. પરંતુ જો શાનદાર કેરિયર આ ક્ષેત્રમાં બનાવવા માટે તમારી ઇચ્છા છે તો કેટલીક બાબતોને ધ્યાનમાં લેવાની તાકીદની જરૂર છે. સામાન્ય રીતે બંનેને એક જ સમજવામાં આવે છે. સરળ શબ્દોમાં બંનેને એક સમજી લેવામાં આવે છે જો કે બંને અલગ છે. કલા અને વિજ્ઞાન બે અલગ વસ્તુ છે. પરંતુ જ્યારે બંને એક સાથે આવી જાય છે ત્યારે ખુબસુરત આવાસનુ નિર્માણ શક્ય બની શકે છે. જા તમે ઇન્ટિરિયર ડિઝાઇનર અને ઇન્ટિરિયર આર્કિટેક્ચરના ક્ષેત્રમાં જવા માટે ઇચ્છુક છો તો સર્ટિફિકેટસ અથવા તો ડિપ્લોમાં કોર્સ કરવામાં આવી શકે છે. તેમાં આર્કિટેક્ચર, ગણિત, બિલ્ડિંગ મેટેરિયલ , ઇન્ટિરિયર અને એક્સટિરિયર ડિઝાઇનિંગ, સિવિલ એન્જિનિયરિંગ , આર્કિટેકચર ડિઝાઇન સહિત કેટલીક ચીજાની માહિતી આપવામાં આવે છે.
જો તમે પહેલાથી જ ઇન્ટિરિયર ડિઝાઇનનિંગમાં કોર્સ કરી ચુક્યા છો તો પોતાની માહિતી અને જાણકારીને વધારી દેવા માટે શોર્ટ ટર્મ ડિપ્લોમાં અથવા તો સર્ટિફિકેટ કોર્સેસ જ્વોઇન કરી શકાય છે. આના માટે એનઆઇએફટ, એનઆઇડી જેવી સંસ્થામાં પ્રવેશ મેળવી શકાય છે. જાણકાર લોકો કહે છે કે ઇન્ટિરિયર આર્કિટેક્ટરના ક્ષેત્રમાં ઇન્ટિરિયર ડિઝાઇનરથી વધારે સ્કોપ છે. તેમને રેસિડેÂન્શયલથી લઇને કોમર્શિયલ તેમજ ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ સુધી ડિઝાઇન કરવાની હોય છે. આ ઇન્ટિરિયર ડિઝાઇનરના રૂપમાં પણ કાર્ય કરી શકે છે. ઇન્ટિરિયર આર્કિટેક્ચરના ક્ષેત્રમાં ઇન્ટિરિયર ડિઝાઇનરની બોલબાલા દેખાઇ રહી છે. મોટી કંપનીઓમાં જાબ માટે આ પ્રકારની કુશળતાને પ્રાથમિકતા આપવામાં આવે છે. અભ્યાસની વાત કરવામાં આવે તો વર્તમાનમાં આ ફિલ્ડમાં સર્ટિફિકેટ અને ડિપ્લોમાં કોર્સથી લઇને માસ્ટર ડિગ્રી સુધી કેટલાક પ્રકારના કોર્સ ચાલે છે.
જો ભવિષ્યને લઇને ગંભીર છો તો ઇન્ટિરિયર આર્કિટેક્ચરમાં બેચલર બીઆર્ક અથવા તો માસ્ટર ડિગ્રી એમઆર્ક કોર્સ કરવાની જરૂર હોય છે. દેશમાં હાલના સમય કેટલીક એવી સંસ્થા છે જે આ ક્ષેત્રમાં ડિગ્રી કોર્સ કરાવે છે. જેમાં દિલ્હીમાં સ્થિત પ્લાનિંગ એન્ડ આર્કિટેકચર સ્કુલ, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ખરગપુર, સર જે જે કોલેજ ઓફ આર્કિટેકચર મુંબઇ, બિરલા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી મેસરા, જોધવપુર યુનિવર્સિટી કોલકત્તા, ચંદીગઢ કોલેજ ઓફ આર્કિટેકચર , તેમજ નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીનો સમાવેશ થાય છે. જાણકાર લોકો કહે છે કે ઇન્ટિરિયર આર્કિટેક્ચર ડિઝાઇનિંગની સાથે સાથે તેના ટેકનિકલ પાસા પર પણ કામ કરે છે. દાખલા તરીકે લાઇટ્સના સ્વીચની ડિઝાઇનિંગ અને વાયરિંગ કેમ કરવામાં આવનાર છે. ક્યાં કેટલા પ્રમાણમાં વજન કામમાં લેવાની જરૂર છે. કઇ સામગ્રીનો ઉપયોગ યોગ્ય અને મજબુત રહેશે. આ તમામ ટેકનિકલ ચીજા જાવાની બાબત ઇન્ટિરિયર આર્કિટેક્ચરની હોય છે. ઇન્ટિરિયર પ્લાનિંગની સાથે સાથે આર્ટની સાથે વિજ્ઞાન પણ સામેલ રહે છે. આધુનિક સમયમાં કેરિયર બનાવવા માટે ઇન્ટિરિયર આર્કિટેકચર પણ શાનદાર છે. તેમાં યોગ્ય માર્ગદર્શન સાથે આગળ વધવામાં આવે તો ફાયદો થાય છે. સામાન્ય રીતે તેમાં સારા પગાર પણ રહેલા છે. સામાન્ય રીતે ફ્રેસર્સને વાર્ષિક ત્રણ લાખ રૂપિયા મળી શકે છે. ચાર અથવા તો વધારે વર્ષનો અનુભવ હોવાની સ્થિતીમાં પેકેજ ૧૦ લાખ આસપાસ પહોંચે છે.