વરરાજને બદલે એની બહેન ભાભી સાથે ફેરા ફરે છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read
tradition

ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદે આવેલા ગામોમાં લગ્નની અનોખી પરંપરા
અમદાવાદ :
ભારત એ વિવિધતાનો દેશ છે અને દરેક સ્થળની પોતાની આગવી સંસ્કૃતિ છે. આવું જ એક ઉદાહરણ ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદે આવેલા ગામોમાં જાેવા મળે છે. આ ગામોના આદિવાસી સમાજમાં છોકરાના લગ્ન વખતે વરને બદલે તેમની નાની બહેન લગ્નની જાન લઈને જાય છે. ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદે આવેલા ગામોમાં અનોખી પરંપરા નિભાવાય છે. આ ગામોના આદિવાસી સમાજમાં છોકરાના લગ્ન વખતે, વરની જગ્યાએ તેની નાની બહેન લગ્નની જાન લઈને પહોંચે છે અને તેના ભાઈની ભાવિ પત્ની એટલે ભાભી સાથે લગ્ન કરે છે અને તેને તેના ઘરે લાવે છે. ગુજરાત અને એમપીની સરહદે થતા આ લગ્નો ઘણીવાર ચર્ચામાં આવે છે. આ પરંપરામાં એ તમામ રિવાજાે નિભાવાય છે જે એક લગ્નમાં નિભાવાય છે. વરરાજાની નાની બહેન ભાભી સાથે સાત ફેરા ફરે છે અને કાયદેસરના લગ્ન કરે છે. અહીંના લગ્નમાં ફક્ત તફાવત એ હોય છે કે વરરાજને બદલે એની બહેન અહીં ફેરા ફરે છે. અહીંના આદિવાસી સમાજના લોકો આ પરંપરામાં આસ્થા ધરાવે છે અને તેથી જ અહીં વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે. અહીંના કેટલાક લોકો એવું પણ કહે છે કે અમે આ પરંપરાથી હટીને લગ્ન કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેના કારણે લગ્નજીવન સારું નથી ચાલતું, લગ્નજીવન તૂટી જાય છે અથવા કેટલીક મુશ્કેલીઓ ઊભી થવાનો ડર છે. એટલે જમાનો બદલાયો પણ આ લોકો હજુ થોડા બદલાયા નથી. આ કારણે અહીંના લોકો આ પરંપરા અનુસાર જ લગ્ન કરે છે. તમે જાે આ પ્રકારના લગ્નનો ભાગ બન્યા હો તો અહીં લગ્નો તો હાલમાં થતી પરંપરાઓને આધારે જ થાય છે પણ છોકરાને બદલે ૨ છોકરીઓ વચ્ચે તમામ વિધીઓ થાય છે. અહીં લગ્નની જાન પણ જાય છે જબરદસ્ત વરઘોડો પણ નીકળે છે પણ વરમાં ભાઈને બદલે તેની બહેન ઘોડા પર હોય છે. ભાઈની પત્ની ફૂલોની માળા એની નણંદને પહરાવે છે અને બંને જણા ૭ ફેરા ફરે છે. ત્યારબાદ વાજતે ગાજતે નણંદ ભાભીને લઈને ઘરે આવે છે. આમ લગ્ન થાય છે, ફેરા ફેરવાય છે પણ એક છોકરા અને છોકરી વચ્ચે વીધીઓ થતી નથી અહીં બંને છોકરીઓ હોય છે.

Share This Article