ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. લોકો કુદરતી વાતાવરણને માણવા હિલસ્ટેશન પર જવા તૈયાર થઈ ચૂક્યા છે. જે લોકો સ્ટડી, ઘર અને ઓફિસ છોડીને બહાર નથી જઈ શક્યા તેઓએ એસી રૂમમાં જ ભરાઈ રહેવુ પડશે. પણ હવે તેમને ગભરાવવાની જરૂર નથી. તેમનાં માટે ઘરની અંદર જ કુદરતી વાતાવરણ મળી રહે તેવા ઘણાં ઓપ્શન અવેલેબલ છે. જેમાનું એક છે ઈન્ડોર હેંગીંગ પ્લાન્ટ્સ.
ઘરમાં વિવિધ જગ્યાએ સ્ટાઈલીશ વાઝ સાથે લટકતાં અલગ અલગ પ્લાન્ટ્સ તમારી આંખોને ઠંડક આપશે અને તમને રીલેક્સ ફીલ કરાવશે. ડાઈનિંગ રૂમમાં આવા ત્રણ ત્રણ હેંગીંગ પ્લાન્ટ્સનાં સેટ ઘરને આકર્ષક લાગશે અને સાથે એક ઠંડકનો પણ હેસાસ કરાવશે.
ઘરની એક દિવાલ પર ત્રણ કે ચાર પોટને અલગ અલગ ડિઝાઈનમાં સ્ટેન્ડ સાથે પણ લટકાવીને એક દિવાલને નવો લૂક આપી શકો છો.
ઘણી જગ્યાએ કિચન કે ડાઈનિંગ ટેબલની આસપાસ પાઈપ હેંગીંગમાં કોથમીર, બેસિલ , ફુદિના જેવા પ્લાન્ટ્સ પર લગાવીને સજાવતા હોય છે.
જો તમે વધારે જગ્યા રોક્યા વગર એક કરતાં વધુ પ્લાન્ટ્સ લગાવવા ઈચ્છતા હોવ તો ઘરનાં એક ખૂણા પર રોબ સાથે એક પછી એક ક્યૂમાં આ રીતે પ્લાન્ટ્સ લગાવી શકો છો.