અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 12 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે મેચને લઈને સોમવારે રાતના સમયે ભારત અને ઈંગ્લેન્ડની ટીમ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી. ટીમના આગમન બાદ તેમનું સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ બંને ટીમોને બસમાં બેસાડી હોટલ ખાતે લઈ જવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ આઈટીસી નર્મદામાં રોકાયા છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ હયાત હોટલમાં રોકાઈ છે. ટીમના આગમનને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.