અમદાવાદમાં 24 માર્ચથી 7 એપ્રિલ દરમિયાન આઠમા થિયેટર ઓલિમ્પિકની પ્રસ્તુતિઓ રજુ કરવામાં આવશે. 15 વિશ્વસ્તરીય નાટકો હશે જેમાં ક્ષેત્રિય અને આંતરરાષ્ટ્રીય કળાઓ પણ સામેલ છે.
અમદાવાદ શહેર અને થિયેટરનો સંબંધ વધુ ગાઢ થઇ ગયો છે. અમદાવાદમાં 8મા થિયેટર ઓલિમ્પિક અંતર્ગત પ્રસ્તુતિઓનો આરંભ થઇ ચૂક્યો છે. હવે અમદાવાદ પણ દેશના એ ૧૬ અન્ય શહેરોમાં સામેલ થઇ ગયું છે જે ભારતમાં પહેલીવાર આયોજિત થઇ રહેલા ૮માં થિયેટર ઓલિમ્પિક્સનું સહ આયોજક છે. થિયેટર ઓલિમ્પિક્સ ૨૦૧૮ના અમદાવાદ પ્રકરણનું આયોજન નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા(એમ.એસ.ડી) દ્વારા ભારત સરકારનાસંસ્કૃતિ મંત્રાલયના માર્ગદર્શનમાં થઈ રહ્યું છે જેને ગુજરાત સરકારના સંસકૃતિ વિભાગ અને અમદાવાદ નગર નિગમનો સહયોગ સાંપડ્યો છે.
અમદાવાદમાં ૮માં થિયેટર એલિમ્પિક્સના ઉદ્ઘાટન સમારોહમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ ડો. અરુણ દેવ ચરણ, ગુજરાતના માનનીય મહેસૂલ મંત્રી શ્રી. કૌશિક પટેલ અને અમદાવાદ નગર નિગમના કમિશનર શ્રી. મકેશકુમાર (આઈ.એ.એસ) ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વના સૌથી મોટા થિયેટર ઉત્સવના સહઆયોજક એવા અમદાવાદમાં લોકવિદ્યા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કળાની ૧૫ ઉત્તમોત્તમ પ્રસ્તુતિઓ સાથે રૂબરૂ થવાનો અવસર ૨૪ માર્ચથી ૭ એપ્રિલ દરમ્યાન રસિકોને સાંપડશે. સર્વે નાટકોનું મંચન પાલડીના ટાગોર હોલમાં રાત્રે નવ વાગ્યાથી થશે.
ઉદ્ઘાટન પ્રસ્તુતિ ભગવદ અજ્જુકિયમ જે બોધયન દ્વારા કરવામાં આવી હતી. તેમાં કુચિપુડી નૃત્યશૈલીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેમાં બૌદ્ધ સાધુઓની જીવનશૈલીનું દર્શન છે જેઓ ક્રિશ્ચિયાનિટીમાંથી આવેલા છે. આવું એ લોકોએ એટલા માટે નથી કર્યું કે એમને બૌદ્ધ ધર્મ પ્રત્યે લગાવ છે પરંતુ એટલા માટે કર્યું કે જીવનનિર્વાહ માટે સહેલાઇથી સાધન ઉપલબ્ધ થઇ જાય.
થિયેટર ઓલિમ્પિક્સ અંતર્ગત એક આંતરરાષ્ટ્રીય પ્રોડક્શન ‘એડિથ પિઆફ’(ઇ. બોંગસકાયા-જર્મની) પણ ભજવાશે. એ સિવાય, આ શહેરના નાટ્ય પ્રેમીઓને “નાટ્ય રત્ન” જેવાં નાટકો પણ માણવા મળશે. જેમાં ‘સમાજ સ્વાસ્થ્ય’(અતુલ પેઠે), ‘ગભરતીચોરન કે માઇ’(તનવીર અખ્તર),
‘બૈરાથ પ્રસંગ / જોગિયાર મહાભારત (દિનેશ યાદવ’ ‘તમાશા નાહુઆ’(ભાનુ ભારતી), ‘ચિત્રાગદા’(અવિનાશ શર્મા), ‘આઉટ કાસ્ટ’(રણધીર કુમાર), ‘પતલુન’ (મનીષ જાશી), ‘એનાઇલોક કાટો દેખા નાઇ-ધ માઇન્ડર’(જ્યોતિ નારાયણ નાથ), ‘ધ ક્લાઉન્સ ક્રાય ઉોર મૂન’(વી.કે.શર્મા),
‘હુલિયા નેરાલૂ’(કે.જી.કૃષ્ણમૂર્તિ), ‘મહામના ધ કોન્શિયસ કિપર’(સુમિત શ્રીવાસ્તવ), ‘જિંદગી ઔરજોક’(બંસી કૌલ) અને ‘આત્મકથા’(વિનય શર્મા) પ્રસ્તુત થશે.
આ નાટ્યોત્સવનું સમાપન ૮ એપ્રિલ ૨૦૧૮ના રોજ મુંબઇ મુકામે થશે.