નિર્ણય લેવાની ક્ષમતા સુધારો

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

ઝડપથી નિર્ણય લેવા માટેની ક્ષમતા વિકસિત કરવાના બદલે સાચા અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વિકસિત કરવાની જરૂર વધારે છે. અમે તમામ લોકો દિવસ દરમિયાન અનેક નાના મોટા નિર્ણંય કરતા રહીએ છીએ. વધારે સારી લાઇફ માટે નિર્ણય લેવાની ક્ષમતાને કઇ રીતે વધારે યોગ્ય અને સારી બનાવી શકાય છે તેના પર જુદા જુદા નિષ્ણાંતોના જુદા જુદા અભિપ્રાય રહેલા છે. નિર્ણય લેવાનુ કામ સરળ હોતુ નથી. નિર્ણય નાના હોય કે પછી મોટા.

નિર્ણય લેવાની ક્ષમતાને કેટલીક ચીજો સ્પષ્ટ રીતે પ્રભાવિત કરે છે. ખાસ બાબત એ છે કે સામાન્ય રીતે અમે આ બાબતથી વાકેફ હોતા નથી કે નિર્ણયની શુ અસર થઇ રહી છે. જો કે આ બાબત પણ વાસ્તવિકતા છે કે અમારા દ્વારા લેવામાં આવતા દરેક નિર્ણયની લાઇફ પર કોઇ સીધી અસર થતી નથી. જો કે આનો અર્થ એ પણ નથી કે અમે દરરોજની લાઇફમાં આવનાર નાના મોટા નિર્ણયોને લઇને ઉદાસીન વલણ પણ રાખીઓ. ખાવા પીવાની ચીજ વસ્તુઓ અંગે નિર્ણય લેવાની બાબત હોય કે પછી નોકરી માટે એક શહેરથી બીજા શહેરમાં જવાની બાબત હોય. ખોટા નિર્ણય લેવાથી બચવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે. અમે જે પણ નિર્ણય કરીએ છીએ તેમાં અમારી ભાવના મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે.

જેથી કોઇ પણ નિર્ણય લેતી વેળા પોતાની ભાવનાઓને નજરઅંદાજ કરવામાં આવે તે યોગ્ય નથી.જો તમે ખુબ વધારે ભાવુક અનુભવ કરો છો તો તે વખતે નિર્ણય કરવાના પ્રયાસ કરવા જોઇએ નહીં. જ્યારે ભાવનાત્મક રીતે સંતુલિત અનુભવ કરો ત્યારે જ કોઇ યોગ્ય નિર્ણય કરવા જાઇએ. શાંત મનથી નિર્ણય કરવાથી લાભ થાય છે. આવી સ્થિતીમાં નિર્ણય કરવાથી ફાયદો થાય છે અને નુકસાન થવાનો ખતરો ઘટી જાય છે. જો નિર્ણયને લઇને મનમાં કોઇ પણ પ્રકારની શંકા છે તો તે નિર્ણય ક્યારેય પણ યોગ્ય સાબિત થતો નથી. જેથી આવા નિર્ણય કરવાથી બચવાના પ્રયાસ કરવા જોઇએ.

જો તમારે વિચારવાના તરીકા જ નકારાત્મક બની ગયા છે તો બાબત બીજી રહેલી છે. પરંતુ જો કોઇ નિર્ણયને લઇને પોતાના મનમાં કોઇ વાત ખટકી રહી છે તો પોતાના મનની વાતને સાંભળવામાં આવે તે જરૂરી છે. તે વિષય પર સારી રીતે વિચારણા કરવામાં આવ્યા બાદ જ યોગ્ય નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે. આનાથી યોગ્ય નિર્ણય ઇ શકાય છે. જો તમે કોઇ એવા નિર્ણય કરવા જઇ રહ્યા છો જેને લેવાને લઇને આપને ધ્યાન છે કે આ નિર્ણય યોગ્ય નથી તો આ પ્રકારના નિર્ણય લેવાની બાબતને ટાળવામાં આવે તે જરૂરી છે. જે નિર્ણય લેવાના કારણો પણ યોગ્ય નથી તે નિર્ણય લેવાના પરિણામ કેટલા ઘાતક હોઇ શકે છે તે બાબત તો સમજવાની જરૂર છે. જો સારી નોકરીને કોઇને ખુશ કરવા માટે લેવામાં આવે છે તો તે નિર્ણય પણ અયોગ્ય હોય છે.

આવા નિર્ણય કરવાથી જેને ખુશ કરી રહ્યા છો તે ખુશ થશે પરંતુ આવા નિર્ણયના કારણે તમને કેટલી ખુશી થશે તે અંગે વિચારણા કરવાની પહેલા જરૂર હોય છે. જો  સારી નોકરી છોડવાને લઇને કોઇ ખુશી થઇ રહી નથી તો ક્યારેય નોકરી છોડવી જોઇએ નહીં. જો કોઇ નિર્ણય લેતી વેળા તેને લઇને સ્વસ્થ નથી તો તે નિર્ણય પણ લેવા જોઇએ નહીં. કોઇ પણ નિર્ણય લેવાની બાબત માનસિક અને શારરિક રીતે થાક ભરેલુ કામ હોય છે. માત્ર આ જ કારણસર વ્યક્તિ માનસિક, શારરિક અને ભાવનાત્મક રીતે થાક અનુભવ કરે છે.

Share This Article